Home South-Gujarat ડાંગ: ટામેટાનો જથ્થો ભરેલ ટ્રક પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો

ડાંગ: ટામેટાનો જથ્થો ભરેલ ટ્રક પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો

205
0

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ટામેટાનો જથ્થો ભરેલ ટ્રક પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.. પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં નાસિક તરફથી ટામેટાનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ ટ્રક.ન.જી.જે.10.વી.આઈ.5972 જે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા માલેગામ ઘાટમાર્ગમાં ચાલક દ્વારા સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટ્રક માર્ગની સાઈડમાં આવેલ સંરક્ષણ દીવાલ સાથે ભટકાઈને પલ્ટી મારી જતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ટ્રક સહિત ટામેટાના જથ્થાને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે..


શેખર ખેરનાર ડાંગ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here