Home South-Gujarat ડાંગ: સુબિર તાલુકામાં મહાલ-12 બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપ,કૉંગ્રેસ અને આપ...

ડાંગ: સુબિર તાલુકામાં મહાલ-12 બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપ,કૉંગ્રેસ અને આપ પાર્ટીનાં ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાતા ત્રીપાંખીયો જંગ ખેલાશે.

37
0

ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકામાં મહાલ-12 બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપ,કૉંગ્રેસ અને આપ પાર્ટીનાં ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાતા ત્રીપાંખીયો જંગ ખેલાશે.
પ્રાપ્ત વિગતો અનુસાર થોડા મહિનાઓ અગાઉ યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જંગી બહુમતી સાથે જીત થઈ હતી.જેમાં ડાંગ જિલ્લાની વાત કરીએ તો ડાંગ જિલ્લા પંચાયતમાં કુલ 18 બેઠકોમાંથી 17 બેઠકો ભાજપાનાં ફાળે જ્યારે એક બેઠક કૉંગ્રેસનાં ફાળે તેમજ ત્રણેય તાલુકા પંચાયતમાં કુલ 48 બેઠકોમાંથી 41 બેઠકો ભાજપાનાં ફાળે તથા 07 બેઠકો કૉંગ્રેસનાં ફાળે આવતા કૉંગ્રેસનાં સુપડા સાફ થઈ જવા પામ્યા હતા.
અગાઉ સુબિર તાલુકા પંચાયતનાં મહાલ-12 બેઠક પર ભાજપનાં મેન્ડેડ ઉપરથી ચૂંટાઈ આવેલ રાજુભાઈ કાશીરામ પવારનું થોડા સમય પૂર્વે મૃત્યુ થતા આ બેઠક ખાલી પડતા અહી 3 જી ઓકટોબરનાં રોજ પેટા ચૂંટણી યોજાનાર છે.આ બેઠક ઉપર આજરોજ ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી. ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી 14 ભાજપ પક્ષની જ્યારે કોંગ્રેસને 2 બેઠકો મળી હતી.જ્યારે આમ આદમી પાર્ટી ને 0 બેઠક મળી હતી.
પરંતુ હવે પેટા ચૂંટણીને ધ્યાને લઇ ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાની મહાલ 12 બેઠક પર ભાજપા પક્ષમાંથી છગનભાઈ ઝીણાભાઈ કનસ્યા તથા કૉંગ્રેસ પક્ષમાંથી ઈશ્વરભાઈ શંકરભાઈ સાલકર અને આમ આદમી પાર્ટી દ્વારા સુબિર તાલુકામાં પોતાનું વર્ચસ્વ ધરાવતા કદાવર નેતા છોટુભાઈ કાગડેનાઓને ઉમેદવારીપત્ર ભરાવ્યુ હતુ.હાલમાં લોકોમાં લોક ચાહના ધરાવનાર છોટુભાઈ કાગડે અગાઉ ભાજપનો છેડો ફાડીને કૉંગ્રેસમાં અને હાલમાં આપનું ઝાડુ પકડી લેતા માહોલ ગરમાયો છે.ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં મહાલ-12 તાલુકાની બેઠક પર ભાજપા, કૉંગ્રેસ અને આપ દ્વારા ઉમેદવારી ફોર્મ રજૂ કરાતા અહી ત્રીપાંખીયો જંગ ખેલાશે.
શેખર ખેરનાર ડાંગ

Previous articleરાજપીપળા આશાપુરી માતાના મંદિરે પીએમ મોદી તથા વિહાર મોદીના જન્મ દિવસની કેક કાપી ઉજવણી કારાઈ
Next articleચીખલી પોલીસ મથકમાં કસ્ટડીયલ ડેથમાં મૃત્યુ પામેલ યુવાનોનાં પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા 3-3 લાખની સહાય આપી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here