Home South-Gujarat ડાંગ જિલ્લા તલાટીકમ મંત્રી મંડળ દ્વારા સરકારશ્રીમાં પડતર પ્રશ્નોનાં ઉકેલ બાબતે જિલ્લા...

ડાંગ જિલ્લા તલાટીકમ મંત્રી મંડળ દ્વારા સરકારશ્રીમાં પડતર પ્રશ્નોનાં ઉકેલ બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યુ.

128
0

સાપુતારા પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત રાજ્ય તલાટીકમ મંત્રી મહામંડળ દ્વારા તેઓનાં પડતર પ્રશ્નોનાં હકારાત્મક ઉકેલ માટે રાજ્ય સરકારમાં વારંવાર રજુઆતો કરવા છતાંય સુખદ ઉકેલ ન આવતા કારોબારી સભાનાં નિર્ણય મુજબ તેઓ અગામી દિવસોમાં તબક્કા વાર વિરોધ પ્રદર્શન કરશે.



ડાંગ જિલ્લા તલાટીકમ મંત્રી મંડળ દ્વારા પણ ડાંગ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરતા જણાવ્યુ હતુ કે આપણી કક્ષાએથી અમારી કેડરનાં પડતર પ્રશ્નો બાબતે સરકારમાં ભલામણ કરવા અમારી વિનંતી છે.અને અમારા પડતર પ્રશ્નોનો તુરંત ઉકેલ ન આવે તો અગામી દિવસોમાં ડાંગ જિલ્લાનાં તમામ તલાટીકમ મંત્રીઓ વિરોધનાં તબક્કા વાર કાર્યક્રમોમાં જોડાશેની ચીમકી ઉચ્ચારી છે..


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here