ગાર્ડ ઓફ ઓનર ના સન્માન સાથે અંતિમ વિદાયમાંન અપાયું… નર્મદા જીલ્લાના ડેડિયાપાડા માં પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા..
માંગરોલ, દેગડીયા –ઉમરપાડા તાલુકાના બિલવણ ગામે કોરોના સંક્રમિત પોલીસ કોન્સ્ટેબલનું અવસાન થતાં ગાર્ડ ઓફ ઓનર ના સન્માન સાથે અંતિમ વિદાયમાંન અપાયું હતું
બિલવણ ગામના નાની બિલવણ ફળિયામાં રહેતા મોહનભાઈ રામજીભાઈ વસાવા ઉંમર વર્ષ 53 નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકા મથક પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા હાલ તેઓ પોતાના વતન બિલવાણ ગામે હતા ત્યારે છેલ્લા બે દિવસ થી તેઓની તબિયત લથડી હતી અને ત્યારબાદ અવસાન થયું હતું તેમના મૃતદેહ ને ઉમરપાડા ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં પી એમ માટે લઇ જવામાં આવ્યો હતો પી એમ રિપોર્ટમાં તેમનું અવસાન કોરોના વાયરસ ને કારણે થયું હોવાનું બહાર આવ્યું હતું તેમના અવસાનની જાણ પરિવારજનો દ્વારા નર્મદા જિલ્લા પોલીસ તંત્રને કરવામાં આવતા પોલીસ તંત્ર દ્વારા સરકારી માન-સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર સાથે તેમને અંતિમ વિદાયમાન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર બિલવાણ ગામે કરવામાં આવ્યા હતા.
રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત