ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે કોરોના સંક્રમણ દિવસે દિવસે વધતુ જતુ હોવાથી ગ્રામ પંચાયત દ્વારા ગામની હદમાં આવતા તમામ નાનામોટા ધંધા તા.૧૫ મીને ગુરુવારથી લઇને તા.૧૮ મીને રવિવાર સુધી બંધ રાખવા નિર્ણય લેવાયો છે.આજે ગ્રામ પંચાયત દ્વારા એક જાહેર એલાન દ્વારા ગામના દરેક નાનામોટા વેપારીઓએ આ ચાર દિવસ પોતાના ધંધા બંધ રાખીને કોરોના સંક્રમણને વધતુ અટકાવવામાં સહકાર આપવા જણાવ્યુ હતુ.ઉલ્લેખનીય છેકે બે દિવસ અગાઉ ગામનું બજાર સવારના સાતથી બપોરના બે સુધી ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવાયો હતો.પરંતુ વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા બજાર બંધ રાખવુ જરૂરી હોવાથી અા નિર્ણય લેવામાં આવ્યો છે.ગામના વેપારીઓએ પંચાયતના નિર્ણયને સ્વિકારીને બજાર બંધ રાખીને સહયોગ આપવા ખાતરી આપી હતી.
રિપોર્ટર:નિમેષ ગોસ્વામી ઝઘડીયા