Home Kheda (Anand) આણંદ જિલ્લામાં કોરોના વાયરસ મહામારીને અસરકારક રીતે નિયંત્રિત કરવા જાહેરનામુ

આણંદ જિલ્લામાં કોરોના વાયરસ મહામારીને અસરકારક રીતે નિયંત્રિત કરવા જાહેરનામુ

60
0

લગ્ન સમારંભ બંધ કે ખુલ્લી જગ્યામાં ૫૦ (પચાસ) થી વધુ વ્યકિતઓ એકઠા થઈ શકશે નહી
તહેવારો પોતાની આસ્થા અનુસાર ઘરમાં કુટુંબ સાથે ઉજવવાના રહેશે
જાહેરમાં રાજકીય સામાજિક, ધાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારંભ, જન્મ દિવસની ઉજવણી
તેમજ અન્ય મેળાવડા યોજવા પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ

ધાર્મિક સ્થાનો તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી જાહેર જનતા માટે બંધ રાખવા અપીલ
શ્રધ્ધાળુઓને પણ ધાર્મિક સ્થાનોમાં પ્રત્યક્ષ દર્શન ન કરવા જવા વિનંતી.

આણંદઃ નોવેલ કોરોના વાયરસ (COVID-19) કે જેને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. સમગ્ર દેશમાં તથા ગુજરાત રાજયમાં પ્રતિદિન કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લેતાં કોરોના વાયરસથી થતી સંક્રમણની અસરોને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે ત્વરીત હાથ ધરી શકાય તે હેતુસર રાજયમાં “ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન ૨૦૨૦” લાગુ કરવામાં આવેલ તેમજ વખતો વખતના હુકમથી સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે.
હાલમાં સમગ્ર દેશમાં તેમજ રાજયમાં ચાલી રહેલ કોરોના વાયરસના એકટીવ કેસોની સંખ્યામાં વધારો જોવા મળેલ છે.જેથી કોરોના વાયરસ મહામારીને અસરકારક રીતે નિયંત્રિત કરવા તથા કોરોના વાયરસ (COVID.19)નું સંક્રમણ રોકવા તથા તેને નાબૂદ કરવા સાવચેતીનું પાલન કરવું આવશ્યક જણાય છે. જે અંગે ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૧૨/૦૪/૨૦૨૧ ના હુકમ અનુસાર સમગ્ર રાજયમાં કોરોના વાયરસનું સંક્રમણ રોકવા નવી સુચનાઓના બહાર પાડવામાં આવેલ છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આણંદ, શ્રી પી.સી.ઠાકોરે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ તથા ધી ગુજરાત એપેડેમિકડીસીઝ કોવીડ રેગ્યુલેશન ૨૦૨૦ની જોગવાઇ હેઠળ પ્રતિબંધ ફરમાવ્યા છે.
(૧) તા.૧૪/૦૪/૨૦૧૧ થી અમલમાં આવે તે રીતે લગ્ન સમારંભ બંધ કે ખુલ્લી જગ્યામાં ૫૦ (પચાસ) થીવધુ વ્યકિતઓ એકઠા થઈ શકશે નહી.
(૨) આણંદ શહેરમાં રાત્રી કરફ્યુ દરમ્યાન લગ્ન સમારંભ યોજી શકાશે નહી.
(૩) મૃત્યુના કિસ્સામાં અંતિમવિધી / ઉત્તરક્રિયામાં ૫૦ (પચાસ)થી વધારે વ્યકિત એકત્ર થઈ શકશે નહી.
(૪) જાહેરમાં રાજકીય સામાજિક, ધાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારંભ, જન્મ દિવસની ઉજવણી કે અન્ય મેળાવડા યોજવા પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
(૫) એપ્રિલ તથા મે માસ દરમ્યાન આવતા દરેક ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી શકાશે નહી તથા જાહેરમાં લોકો એકત્ર થઈ શકશે નહી. તમામ તહેવારો પોતાની આસ્થા અનુસાર ઘરમાં કુટુંબ સાથે ઉજવવાનારહેશે.
(૬) સરકારી, અર્ધસરકારી, બોર્ડ, કોર્પોરેશન તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુધી રાખવાની રહેશે અથવા alternate day એ કર્મચારીઓ ફરજ પર આવેતેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઈ લાગુ પડશે નહી.
(૭) જિલ્લાના તમામ ધાર્મિક સ્થાનો તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી જાહેર જનતા માટે બંધ રાખવા અપીલ કરવામાં આવે છે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા/ વિધી ધાર્મિક સ્થાનોના સંચાલકો/ પૂજારીઓ દ્વારા મર્યાદીત લોકો સાથે કરવામાં આવે તે સલાહભર્યું છે. શ્રધ્ધાળુઓને પણ ધાર્મિક સ્થાનોમાં પ્રત્યક્ષ દર્શન ન કરવા જવાની વિનંતી કરવામાં આવે છે.
(૮) અત્રેની કચેરીના નં.પીએલ/ર/જાહેરનામા/એસ.આર./૪૦/૨૦૨૧, તા.૦૭/૦૪/૨૦૧૧ ના હુકમથીઆપવામાં આવેલ અન્ય સુચનાઓ યથાવત રહેશે.
(૯) આ સમય દરમિયાન રાજય સરકાર કેન્દ્ર સરકારની કોરીડ સંબંધિત અન્ય માર્ગદર્શક સુચનાઓનું દરેકનાગરિકોએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ જાહેરનામું તારીખ ૩૦/૪/૨૦૨૧ સુધી સમગ્ર આણંદ જિલ્લાની હદ વિસ્તારમાં લાગુ પડશે..આ સમય દરમ્યાન રાજય સરકાર / કેન્દ્ર સરકારની વખતો વખતની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ની કલમ-૫૧ થી ૬૦ તેમજ ભારતીય ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (સને ૧૮૬૦ નો અધિનિયમ-૪૫) નીકલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે આણંદ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી થી પોલીસ સબ ઈન્સ્પેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી/કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here