Home Corona-live શિવસેનાના સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્ર સરકારનો બચાવ કરતાં કહ્યું કે રાજ્યમાં કોરોનાથી...

શિવસેનાના સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્ર સરકારનો બચાવ કરતાં કહ્યું કે રાજ્યમાં કોરોનાથી રિકવરી કરનારાઓની સંખ્યા વધી છે…..

48
0

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોવિડ-19ના કેસમાં મહારાષ્ટ્રે ભારતના તમામ રાજ્યોને જ નહીં પરંતુ કેટલાંય દેશોને પાછળ પાડી દીધા છે. આ બધાની વચ્ચે ગુરૂવારના રોજ શિવસેનાના સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્ર સરકારનો બચાવ કરતાં કહ્યું કે રાજ્યમાં કોરોનાથી રિકવરી કરનારાઓની સંખ્યા વધી છે. રાઉતે ધારાવીનો હવાલો આપતા કહ્યું કે તેઓ આ તથ્ય એટલા માટે બતાવી રહ્યા છે કારણ કે છેલ્લાં કેટલાંક દિવસોમાં સાંસદોએ મહારાષ્ટ્ર સરકારની આલોચના કરી હતી.
શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે તેમના માતા અને ભાઇ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં કોરોનાથી બહુ બધા લોકો રિકવર કરી રહ્યા છે. આ સિવાય આજે ધારાવીમાં સ્થિતિ ખૂબ જ નિયંત્રણમાં છે. WHOએ પણ આ મામલામાં BMCના વખાણ કર્યા છે. હું આ તમામ તથ્યો અંગે એટલા માટે કહી રહ્યો છું કારણ કે ગઇકાલે કેટલાંક સભ્યોએ મહારાષ્ટ્ર સરકારની આલોચના કરી હતી.
રાઉતે આ દરમ્યાન કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલના ‘ભાભીજીના પાપડ’ પર કટાક્ષ કર્યો. રાઉતે કહ્યું કે હું સભ્યોને પૂછવા માંગીશ કે આટલા બધા લોકો આખરે કોરોનાથી રિકવર કંઇ રીતે થયા? શું લોકો ભાભીજીના પાપડ ખાઇને સાજા થઇ ગયા? તેમણે કહ્યું કે આ કોઇ રાજકીય લડાઇ નથી પરંતુ આ લોકોની જિંદગી બચાવાની લડાઇ છે. ઉલ્લેખનીય છે કે રાઉત કોરોના વાયરસના મુદ્દા પર સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનના નિવેદન પર ચર્ચા દરમ્યાન બોલી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની કાર્યવાહી દરમ્યાન કેટલાંય સાંસદોએ મહારાષ્ટ્રમાં બેકાબૂ કોરોના પર ચિંતા વ્યકત કરી. તેમણે આ મુદ્દા પર ઉદ્ધવ સરકારની જોરદાર આલોચના કરી. આ ક્રમમાં ભાજપના સાંસદ વિયન સહસ્ત્રબુદ્ધે પણ મહારાષ્ટ્ર સરકારની આલોચના કરી રહ્યા હતા. ત્યાં જયા બચ્ચને તેમને જવાબ આપતા મહારાષ્ટ્ર સરકારનું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે તેમના પરિવારમાં ચાર લોકો કોરોના સંક્રમિત થયા હતા. તેમને હોસ્પિટલમાંથી સારી સારવાર મળી અને તેમનું ખૂબ ધ્યાન રાખ્યું.
મહારાષ્ટ્રમાં બેકાબૂ કોરોના
આપને જણાવી દઇએ કે મહારાષ્ટ્રમાં કોરોના મહામારીનો કહેર થોભવાનું નામ લઇ રહ્યું નથી. મહારાષ્ટ્રમાં બુધવારના રોજ નવા કોરોના સંક્રમણના 23365 કેસ સામે આવ્યા છે. તો કોવિડ-19 કેસ વધતા નાગપુર શહેરમાં આ મહિનાના બાકીના વધેલા બે સપ્તાહ દરમ્યાન શનિવાર અને રવિવારના રોજ જનતા કર્ફ્યૂ લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે.
આ સિવાય મહારાષ્ટ્રમાં મહામારીના લીધે એક દિવસમાં 474 લોકોના મોત થયા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 792832 કોરોનાના દર્દી સ્વસ્થ થઇ ચૂકયા છે. સ્વાસ્થ્ય વિભાગના મતે હાલના સમયમાં મહારાષ્ટ્રમાં 297125 દર્દીઓની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


Previous articleમુંબઈના પૂર્વ ક્રિકેટર સચિન દેશમુખનું કોરોના વાયરસના કારણે મોત થયું છે….
Next articleઅમદાવાદમાં CIDએ બાળ મજૂરી કૌભાંડને ખુલ્લું પાડીને 32 જેટલા બાળકોને મુક્ત કર્યા છે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here