Home India રક્ષામંત્રી રાજનાથસિંહે ભારત-ચીન સરહદ પરની પરિસ્થિતિ વિશે રાજ્યસભાને માહિતી આપી…

રક્ષામંત્રી રાજનાથસિંહે ભારત-ચીન સરહદ પરની પરિસ્થિતિ વિશે રાજ્યસભાને માહિતી આપી…

103
0

રક્ષામંત્રી રાજનાથસિંહે ભારત-ચીન સરહદ પરની પરિસ્થિતિ વિશે રાજ્યસભાને માહિતી આપી. તેમણે ગુરુવારે કહ્યું કે ચીને લદાખમાં 38,000 વર્ગ કિલોમીટર જમીન પર ગેરકાયદેસર કબજો કર્યો છે. રાજનાથસિંહે સ્પષ્ટતા કરી હતી કે ચીન સાથેના સંબંધો વધારી શકાય છે અને સરહદ વિવાદ પર પણ એક સાથે ચર્ચા થઈ શકે છે પરંતુ સરહદ પરના તણાવથી સંબંધોને અસર પડશે. સિંહે કહ્યું કે ચીનની ગતિવિધિઓ પરથી સ્પષ્ટ થાય છે કે તેમની કથની અને કરણી વચ્ચે તફાવત છે. તેમણે કહ્યું કે આનો પુરાવો એ છે કે વાતચીત છતાં ચીનની તરફથી 29-30 ઓગસ્ટના રોજ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવી હતી. ચીનને આપી ચેતવણી આપાત કહ્યું કે ગમે તેટલું મોટું પગલું કેમ ના ભરવું પડે અમે ભરીશું.
ભારતીય સેનાએ PLAને જોરદાર જવાબ આપ્યો
રક્ષામંત્રીએ ચીન-પાકિસ્તાન બાઉન્ડ્રી એગ્રીમેન્ટનો હવાલો આપતા તેના અંતર્ગત પાકિસ્તાને ગેરકાયદેસર રીતે 5,180 વર્ગ કિલોમીટર ભારતીય જમીન ચીનને આપી હતી. સિંહે કહ્યું કે ચીન પણ અરુણાચલ પ્રદેશમાં 90 હજાર વર્ગ કિલોમીટર જમીન પર દાવો કરે છે. તેમણે કહ્યું કે સરહદ પર અગાઉ પણ તણાવ રહ્યો છે અને એલએસીને લઇ બંને દેશોના મત અલગ-અલગ છે. મે મહિનામાં ચીને ગલવાનમાં ભારતીય સૈનિકોના પેટ્રોલિંગને રોકી દીધું હતું. ભારતીય સૈનિકોએ 15 જૂના રોજ ગલવાનમાં પીએલએને જોરદાર જવાબ આપ્યો. આ બધી ઘટનાઓ દરમ્યાન સૈનિકોએ ત્યાં સંયમ દેખાડ્યો હતો અને જ્યાં બહાદુરીની જરૂર હતી ત્યાં બહાદુરી પણ દેખાડી.
ચીને સરહદ પરના કરારને તોડ્યો
રાજનાથે કહ્યું કે ચીને જે કર્યું તે દ્વિપક્ષીય કરારનું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે ચીને સરહદ પર સૈન્યને એકત્રિત કર્યું જે 1993 અને 1996માં થયેલા કરારની વિરુદ્ધ છે. સરહદી વિસ્તારોમાં શાંતિ માટે વાસ્તવિક નિયંત્રણ લાઇનનું સન્માન જરૂરી છે. આપણી સેના કરારોનું સંપૂર્ણ પાલન કરે છે પરંતુ ચીનની તરફથી આમ થતું નથી. આપણે તમામ મુદ્દાઓ વાતચીત દ્વારા ઉકેલવા માંગીએ છીએ. “
ભારત ચીનને તેની જ ભાષામાં જવાબ આપશે
રક્ષામંત્રીએ રાજ્યસભાથી ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો. તેમણે કહ્યું હતું કે ભારત વાતચીતની તરફેણમાં છે પરંતુ ઝૂકનારાઓમાંથી નથી. સિંહે કહ્યું કે ચીને ભારે સૈન્ય તૈનાત કરી દીધું છે અને સરહદ પર દારૂગોળો એકત્રિત કર્યો છે. ભારતીય સેનાએ પણ કાઉન્ટર ડિપ્લોમેન્ટસ તૈનાત કર્યા છે. તેમણે ચીનને ચેતવણી આપી હતી કે ભારતની સુરક્ષા માટે જે પણ સખત પગલા ઉઠાવા પડશે તે આપણે ઉઠાવવા તૈયાર છીએ.
હવે સરહદ પર પરિસ્થિતિ શું છે?
હાલની પરિસ્થિતિ વિશે માહિતી આપતાં સિંહે કહ્યું કે આ વર્ષે મોટી સંખ્યામાં જવાનો ઇન્વોલ્વ છે. અનેક જગ્યાએ તણાવની સ્થિતિ છે. તેમણે કહ્યું કે આપણે આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે કટિબદ્ધ છીએ પરંતુ તે જ સમયે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર પણ છીએ. તેમણે કહ્યું કે સંવેદનશીલ ઓપરેશનના મુદ્દા છે તેના અંગે હું જાહેરમાં માહિતી આપી શકું તેમ નથી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here