Home India દિલ્હીમાં આ વર્ષે પણ દિવાળીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

દિલ્હીમાં આ વર્ષે પણ દિવાળીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

117
0

દિવાળીને હજી બે મહિના કરતા વધારે સમય બાકી છે પણ દિલ્હી સરકારે ફટાકડા પર અત્યારથી જ પ્રતિબંધ મુકી દીધો છે. દિલ્હી સરકારે ફટાકડાના વેચાણ અને ફોડવા પર બેન લગાવ્યો છે. આમ દિલ્હીવાસીઓ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીમાં ફટાકડા નહીં ફોડી શકે. દિલ્હીમાં પ્રદૂષણના કારણે કેજરીવાલ સરકારે પ્રતિબંધ લગાવ્યો હોવાનુ કારણ આપ્યુ છે.
કેજરીવાલે કહ્યુ હતુ કે, ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ફટાકડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેથી લોકોની જિંદગી બચાવી શકાય.
ગયા વર્ષે ફટાકડાના વેપારીઓને બેનના કારણે નુકસાન થયુ હતુ એટલે વેપારીઓને આ વર્ષે અત્યારથી જ અપીલ કરવામાં આવે છે કે, પ્રતિબંધને લઈને ફટાકડાનો સ્ટોક ના કરે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here