Home India દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે હરિયાણા-દિલ્હી સરહદ પર આવેલ સિંધુ બોર્ડર પર...

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે હરિયાણા-દિલ્હી સરહદ પર આવેલ સિંધુ બોર્ડર પર જવાના છે.

2
0

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન (Farmers Protest in Delhi) 12 દિવસથી ચાલી રહ્યું છે. ખેડૂત દિલ્હી (Delhi)ની સરહદો પર ધરણાં કરી રહ્યા છે અને સરકાર સાથે કૃષિ કાયદાને ખત્મ કરવાની માંગણી પર અડિયલ છે. આ બધાની વચ્ચે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આજે હરિયાણા-દિલ્હી સરહદ (Haryana-Delhi Border) પર આવેલ સિંધુ બોર્ડર પર જવાના છે. ચર્ચા એવી છે કે અહીં તેઓ ખેડૂતો (Farmers) સાથે સુવિધાઓની ભાળ મેળવવાના બ્હાને ખેડૂતોની મુલાકાત કરશે.
કેજરીવાલ સુવિધાઓની સમીક્ષા કરશે
સિંધુ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતો ધરણા પર બેઠા છે. કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટી (આપ) એ પણ 8 ડિસેમ્બરના રોજ ખેડૂતોના ભારત બંધને ટેકો આપ્યો છે. કેજરીવાલની સાથે દિલ્હીના અનેક મંત્રીઓ પણ આવશે. તેઓ સિંધુ સરહદે ખેડૂતો માટે બનાવેલી સુવિધાઓની સમીક્ષા કરશે.
વાતચીતનો પાંચમો રાઉન્ડ પરિણામ વગરનો રહ્યો
શનિવારે સરકાર અને વિરોધ કરી રહેલા ખેડૂતો વચ્ચેની પાંચમી રાઉન્ડની વાતચીત પણ અનિર્ણિત રહી હતી. ત્યારબાદ કેન્દ્રએ 9 ડિસેમ્બરે ડેડલોક સમાપ્ત કરવા માટે બીજી બેઠક બોલાવી છે. ખેડૂત નેતા બલદેવસિંહ યાદવે કહ્યું કે આ આંદોલન માત્ર પંજાબના ખેડૂતો માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે છે. અમે અમારા આંદોલનને મજબૂત કરવા જઈ રહ્યા છીએ અને તે આખા દેશમાં પ્રસરી ગયો છે. તેમણે બંધને શાંતિપૂર્ણ બનાવી રાખવા માટે સુનિશ્ચિત કરવાની અપીલ કરતા કહ્યું કે સરકાર અમારી સાથે યોગ્ય વર્તન કરી રહી નથી, તેથી અમે ભારત બંધનું આહ્વાન કર્યું હતું.
આ પાર્ટીઓએ કર્યું છે ભારત બંધનું સમર્થન
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવાર, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPI) ના મહાસચિવ સીતારામ યેચુરી, દ્રવિડ મુનેત્ર કષગમ (DMK)ના વડા એમ.કે. સ્ટાલિન અને ગુપકર મેનિફેસ્ટો એલાયન્સ (PAGD) ના પ્રમુખ ફારુક અબ્દુલ્લા સહિત અગ્રણી વિપક્ષી નેતાઓએ રવિવારે ખેડૂત સંગઠનો દ્વારા બોલાવાયેલા ‘ભારત બંધ’ને સમર્થન આપવા માટે એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું અને કેન્દ્ર પર પ્રદર્શન કરનારાઓની કાયદેસરની માંગણીઓને માનવા માટે દબાણ બનાવ્યું.

Previous articleગુજરાત કોંગ્રેસે ૮મીએ બંધ પાળવાની સાથે રાજ્યવ્યાપી ચક્કાજામ કરવાનું જાહેર કર્યું છે..
Next articleદિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે 19 વર્ષથી ફરાર સિમી ના સભ્યની ધરપકડ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here