Home India દિલ્હી પોલીસે હિંસા મામલે ત્રણ આરોપીઓ વિરુદ્ધ 200 પેજની સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ...

દિલ્હી પોલીસે હિંસા મામલે ત્રણ આરોપીઓ વિરુદ્ધ 200 પેજની સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરી દીધી છે.

2
0

દિલ્હી પોલીસે (Delhi Police) હિંસા મામલે ત્રણ આરોપીઓ વિરુદ્ધ રવિવારનાં 200 પેજની સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ (Supplementary Chargesheet) દાખલ કરી દીધી છે. આમાં બે પ્રમુખ આરોપી ઉમર ખાલિદ (Umar Khalid) અને શરજીલ ઇમામ (Sharjeel Imam) છે. બંને દિલ્હી સ્થિત જવાહર લાલ નેહરૂ વિશ્વવિદ્યાલય (JNU)ના વિદ્યાર્થી રહી ચુક્યા છે. બંને પર ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હિંસાનું ષડયંત્ર રચવાના આરોપ છે. ચાર્જશીટ પ્રમાણે ખાલિદે બહારથી હિંસાને અંજામ અપાવ્યો, જેમાં 53 લોકોના જીવ ગયા.
ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન હિંસા ભડકાવવા ઇચ્છતો હતો ખાલિદ
આમાં કહેવામાં આવ્યું છે કે ખાલિદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન હિંસા ભડકાવવા ઇચ્છતો હતો, જેથી આંતરરાષ્ટ્રીય મીડિયા કવરેજ મળે જેનાથી ‘લઘુમતી વિરોધી’ નાગરિકતા કાયદાને પાછો લેવાનો દબાવ બની શકે છે. આ કેસમાં અત્યાર સુધી 21 લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. સપ્ટેમ્બરમાં દાખલ પહેલી અને બીજી ચાર્જશીટમાં 15 લોકો પર અનેક ગુનાઓને અંજામ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો. આમાં કહેવામાં આવ્યું કે, હિંસા માટે કયા પ્રકારનું ષડયંત્ર રચવામાં આવ્યું અને યોજનાને અંજામ આપવામાં આવ્યો.
ચાર્જશીટમાં ફૈઝલ ખાનનું પણ નામ
28 ઑક્ટોબરના દિલ્હી સરકારે ખાલિદ અને ઇમામની વિરુદ્ધ યૂએપીએ અંતર્ગત કેસ ચલાવવાની પરવાનગી આપી, ત્યારબાદ 22 નવેમ્બરના બીજી અથવા પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી. કડકડડૂમા કૉર્ટના સ્પેશિયલ જજ અમિતાભ રાવતની અદાલતમાં પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી. આમાં દિલ્હી હિંસામાં ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની ભૂમિકાનું વિસ્તૃત વિવરણ આપવામાં આવ્યું છે. ચાર્જશીટમાં તેના સાથે ફૈઝલ ખાનનું પણ નામ છે. પોલીસ બાકીના ત્રણ આરોપીઓ વિરુદ્ધ એક મહિનાની અંદર બીજી પૂરક ચાર્જશીટ દાખલ કરી શકે છે.
મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો
પોલીસનો દાવો છે કે જેએનયૂ સ્ટૂડન્ટ્સ યૂનિયનના પૂર્વ લીડર ઉમર ખાલિદે ઉત્તર-પૂર્વ દિલ્હીના ચાંદ બાગમાં કથિત રીતે ‘ગુપ્ત કાર્યાલય’ બનાવી રાખ્યું હતુ, જ્યાંથી તેઓ કથિત રીતે બીજા ષડયંત્રકારીઓની સાથે મોડી રાતમાં મીટિંગ કરતા હતા. ચાંદ બાગ એ જ વિસ્તાર છે જ્યાં પહેલા તબક્કામાં ભયંકર હિંસા ફેલાઈ અને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં હેડ કૉન્સ્ટેબલ રતન લાલનું મોત થયું હતુ.
શરજીલ દ્વારા મુસ્લિમ સ્ટૂડન્ટ્સ ઑફ જેએનયૂ નામનું ગ્રુપ બનાવ્યું
સ્પેશિયલ સેલે પોતાના રિપોર્ટમાં કહ્યું હતુ કે, કેન્દ્રીય કેબિનેટે સીએએને સંસદમાં રજૂ કરવાની જેવી મંજૂરી આપી, ખાલિદ આખા દેશમાં સમાન વિચારવાળા લોકોની સાથે સંપર્ક કરીને પ્લાનિંગમાં લાગ્યો. તેણે શરજીલ ઇમામ દ્વારા મુસ્લિમ સ્ટૂડન્ટ્સ ઑફ જેએનયૂ નામનું ગ્રુપ બનાવ્યું. પોલીસે કહ્યું કે, “ખાલિદે એમએસજેનો ઉપયોગ ડિસેમ્બર 2019માં સાઉથ-ઈસ્ટ ડિસ્ટ્રિક્ટમાં હિંસા ભડકાવવામાં કર્યો, ત્યારબાદ શાહીન બાગના ધરણા શરૂ થયા. ત્યારબાદ તે વર્તમાન કેન્દ્ર સરકારને નફરત કરનારા લોકોનું એક ગઠબંધન બનાવવાની યોજના પર આગળ વધ્યો અને વ્હોટ્સએપ પર દિલ્હી પ્રોટેસ્ટ સપોર્ટ ગ્રુપ બનાવ્યું.”

Previous articleરાજ્યના ચારેય મહાનગરોમાં ફરી વહેલી સવારથી જ વિવિધ જગ્યાઓ પર સામાન્ય દિવસની જેમ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા
Next articleરિઝર્વ બેંકે યુએસની ફેડરલ રિઝર્વ અને યુરોપિયન સેન્ટ્રલ બેંક ને પાછળ છોડી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here