Home Gujarat દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે 19 વર્ષથી ફરાર સિમી ના સભ્યની ધરપકડ કરી...

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે 19 વર્ષથી ફરાર સિમી ના સભ્યની ધરપકડ કરી છે.

1
0

દિલ્હી પોલીસ (Delhi Police) સ્પેશિયલ સેલે એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. છેલ્લા 19 વર્ષથી ફરાર સિમી (SIMI)ના સભ્યની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીનું નામ અબ્દુલ્લા દાનિશ (Abdullah Danish) છે, જે 2001થી ફરાર ચાલી રહ્યો હતો. અબ્દુલ્લા દાનિશ સિમીનો મહત્વપૂર્ણ સભ્ય છે અને છેલ્લા 25 વર્ષોમાં ઘણા મુસ્લિમ યુવકોને દેશની વિરુદ્ધ ભડકાવી ચુક્યો છે. આતંકી સફદર નાગોરીને પણ અબ્દુલ્લાએ સિમીમાં સામેલ કર્યો હતો.
આ વિશે જાણવા એવું પણ મળી રહ્યું છે કે ગુજરાત સિરિયલ બ્લાસ્ટમાં 19 વર્ષથી ફરાર સિમિનો ખૂંખાર દાનિશની મોટી ભૂમિકા હતી. ગુજરાત બ્લાસ્ટના આરોપીને તેણે આશ્રય આપ્યો હોવાનો ખુલાસો થયો છે. આ સિવાય દાનિશ અબ્દુલ્લા ગુજરાત, દિલ્હી, યુપીમાં સંતાયો હોવાની પણ માહિતી દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમને મળી છે. આતંકી તૌકીર અને સફદર નાગોરીના નજીકનો દાનિશ હોવાનું જાણવા મળ્યું છે. હવે આ સિલસિલામાં દિલ્હી બાદ ગુજરાત પોલીસ પણ અબ્દુલ્લા દાનિશની પુછપરછ કરી શકે છે.
શું છે સિમી?
મહત્વનું છે કે SIMI એટલે Student Islamic Movement of India પ્રતિબંધિત આતંકી સંગઠન છે. સિમીની રચના એપ્રિલ 1977મા અલીગઝમાં કરવામાં આવી અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં ઇસ્લામીકરણ કરવાનો હતો. સિમી કટ્ટરપંથી સંગઠન હતું અને સતત મુસલમાનોને દેશની વિરુદ્ધ ભડકાવી રહ્યું હતું. અમેરિકામાં સપ્ટેમ્બર 2011મા થયેલા આતંકી હુમલા બાદ સિમીને બેન કરી દેવામાં આવ્યું હતું. સિમી સાથે જોડાયેલા આતંકી 2008મા બનેલા ઈન્ડિયન મુઝાહિદીન આતંકી સંગઠનમાં સામેલ થઈ ગયા અને દેશના ઘણા રાજ્યોમાં આતંકી હુમલા કર્યા હતા.
અબ્દુલ્લા દાનિશ 1988મા સિમીમાં સામેલ થયો
પોલીસ પ્રમાણે અબ્દુલ્લા દાનિશ (Abdullah Danish)એ વર્ષ 1985મા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંતી અરેબિકમાં એમએ કર્યુ અને ત્યારબાદ 1988મા સિમીમાં સામેલ થયો હતો. અલીગઢ તે દરમિયાન સિમીનું સેન્ટર હતું. સામેલ થયા બાદ અબ્દુલ્લાએ સિમીના કાર્યક્રમોમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને તે મુસલમાનોને જેહાદ માટે ભડકાવવા લાગ્યો. આ દરમિયાન સિમીના અધ્યક્ષ અશરફ જાફરીએ અબ્દુલ્લાના કામથી ખુશ થઈે સિમીની સાપ્તાહિક પત્રિકા ‘Islamic Movement’ નો એડિટર બનાવી દીધો હતો.

Previous articleદિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે હરિયાણા-દિલ્હી સરહદ પર આવેલ સિંધુ બોર્ડર પર જવાના છે.
Next articleકોરોના મહાબિમારીના કારણે મૃતક વાલીઓના સંતોનોને ફ્રી શિક્ષણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here