Home India દિલ્હી : આજે રાતે 10 વાગ્યાથી 26 એપ્રિલ સવારે 5 વાગ્યા સુધી...

દિલ્હી : આજે રાતે 10 વાગ્યાથી 26 એપ્રિલ સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન,ધાર્મિક સ્થળો ખુલ્લાં રહેશે,

18
0

કોરોનાવાયરસના વધતા જતા જોખમ દિલ્હીમાં ફરી એકવાર લોકડાઉન મુખ્યમંત્રી કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે, દિલ્હીમાં આજે રાતે 10 વાગ્યાથી 26 તારીખે સવારે 6 વાગ્યા સુધીમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે.દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાની બેકાબૂ ગતિ વચ્ચે લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લેઉપરાજયપાલ અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં સોમવારે (આજે) રાત્રે 10 વાગ્યાથી 26 એપ્રિલની સવાર સુધી લોકડાઉન લાગુ રહેશે. આ દરમિયાન જરૂર વિના બહાર નીકળવાનું પ્રતિબંધિત રહેશે અને વીક એન્ડ લોકડાઉન જેવા પ્રતિબંધો હશે.અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીમાં દરરોજ લગભગ 25 હજાર કેસ નોંધાઈ રહ્યા છે, દિલ્હીમાં બેડની ભારે અછત છે.
દિલ્હીમાં હોસ્પિટલોમાં દવાઓ ઉપલબ્ધ નથી, ઓક્સિજન નથી. દિલ્હીની આરોગ્ય વ્યવસ્થા વધુ દર્દીઓ સંભાળી શકે એમ નથી, તેથી લોકડાઉન કરવું ખૂબ જ જરૂરી છે.એક અઠવાડિયાના લોકડાઉન દરમિયાન દિલ્હીમાં કડક પ્રતિબંધો અમલમાં રહેશે. દિલ્હીમાં જરૂર વગર કોઈને પણ ઘરની બહાર નીકળવાની મંજૂરી નથી. ફક્ત મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો જ બહાર જઇ શકશે. દિલ્હીની તમામ ખાનગી ઓફિસોએ વર્ક ફ્રોમ હોમ દ્વારા જ કામ કરવું પડશે, ફક્ત અડધા કર્મચારીઓ જ સરકારી કચેરીમાં આવી શકશે.જેઓ હોસ્પિટલ જઇ રહ્યા છે, મેડિકલ સ્ટોર્સમાં જાય છે, જેઓ વેક્સિન લેવા માટે જાય છે તેમને લોકડાઉનમાં મુક્તિ મળશે. રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશન જનારાઓને પણ છૂટ રહેશે.મેટ્રો, બસ સર્વિસ ચાલુ રહેશે, પરંતુ 50 ટકા મુસાફરોને બેસવાની મંજૂરી રહેશે. દિલ્હીમાં બેન્ક અને એટીએમ ખુલ્લાં રહેશે, સાથે પેટ્રોલ પંપ પણ ચાલુ. ધાર્મિક સ્થળો પણ ખુલ્લાં રહેશે, પણ કોઈ મુલાકાતીને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં.દિલ્હીમાં તમામ થિયેટર, ઓડિટોરિયમ, સ્પા, જિમ, સ્વિમિંગ પૂલ બંધ . ગઈ વખતે થિયેટરને 50% ક્ષમતા સાથે ખોલવામાં આવ્યાં હતાં. જે પહેલેથી જ લગ્ન કાર્યક્રમ નક્કી છે એને છૂટ મળશે, પણ માત્ર 50થી ઓછા લોકોને જ બોલાવી શકાશે. અને આ માટે પણ ઇ-પાસ લેવો પડશે.
મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ આઈડી કાર્ડ બતાવ્યા બાદ જ બહાર જવા દેવામાં આવશે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતી જાહેર પરિવહન સેવા ચાલુ રહેશે. તમા પ્રકારના જાહેર, રાજકીય કે ધાર્મિક કાર્યક્રમના આયોજન પર પ્રતિબંધ રહેશે.


Previous articleઅમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદ
Next articleઆયુષ્માન ભારત તથા માં વાત્સલ્ય કાર્ડમાં કોરોનાની થશે કોરોનાની સારવાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here