Home South-Gujarat ભરૂચ જીલ્લામાં વિધાથીૅઓ માટે અલગ વેકશીનેશન સેન્ટર ઉભુ કરવા માંગણી કરી

ભરૂચ જીલ્લામાં વિધાથીૅઓ માટે અલગ વેકશીનેશન સેન્ટર ઉભુ કરવા માંગણી કરી

19
0

NSUI ના પ્રમુખ યોગેશ પટેલે ભરૂચ જીલ્લાના વિદ્યાર્થીઓ માટે અલગથી વેકશીનેશન સેન્ટર ઉભું કરવા બાબતે ભરૂચ કલેકટરને આવેદન પાઠવ્યું.
આગામી સમયમાં ધોરણ ૧૦ અને ૧૨ ના રિપીટર્સ વિદ્યાર્થીઓ તેમજ કોલેજોમાં ઓફલાઇન પરીક્ષા લેવામાં આવશે જેને પગલે વિદ્યાર્થીઓ તેમજ તેમના પરિવારના સ્વાસ્થ્ય ન જોખમાય અને કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે ભરૂચ જીલ્લામાં ફક્ત વિદ્યાર્થીઓ માટે અલાયદા વેક્સીનેશન સેન્ટરો ઉભા કરવા માટે ભરૂચ જીલ્લા NSUI ના પ્રમુખ યોગેશ પટેલે ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી હતી.
ભારત સરકાર દ્વારા વિદેશ જનારા વિદ્યાર્થીઓ માટે જે રીતે વેક્સીન સેન્ટરની અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી એ જ રીતે ગુજરાત સરકાર દ્વારા જે અગાઉના સમયમાં યોજાનારી ધોરણ ૧૦ અને ૧૨ ના રિપીટર્સ તેમજ યુનિવર્સીટીની પરીક્ષા માટે પણ વિદ્યાર્થીઓ માટે અલગ વેકશીન ડ્રાઈવ શરૂ કરવામાં આવે તથા પરીક્ષા મોકૂક રાખવાની માંગણી સાથે ભરૂચ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleવાગરા ની વેલસ્પન કંપનીના કામદારો બાળકો અને પરિવાર સાથે આત્મવિલોપન કરવાની ચિમકી
Next articleતિલકવાડા ના પહાડ ગામના પુલ પાસે અજાણ્યા હત્યારા એ આધેડની હત્યા કરતા ચકચાર ,હત્યાનો ગુનો દાખલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here