Home South-Gujarat નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે ચાર એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે ચાર એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

11
0

ભરૂચ શહેરના માતરીયા તળાવની મુલાકાત લેતાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ
નાયબ મુખ્યમંત્રી સહિત મહાનુભાવોએ માતરીયા તળાવના બગીચામાં વૃક્ષારોપણ કર્યું




નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભરૂચ-અંકલેશ્વર રોડ અને નર્મદા નદી પર રૂા.૪૩૦ કરોડના ખર્ચે નવનિર્મિત ચાર માર્ગીય ‘નર્મદામૈયા પુલ’ તેમજ એલિવેટેડ કોરીડોર’ના લોકાર્પણ કર્યું હતું, આ કાર્યક્રમ બાદ તેમણે ધારાસભ્ય સર્વશ્રી અરુણસિંહ રણા અને દુષ્યંતભાઈ પટેલની ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી ખરીદાયેલ ૪( ચાર) એમ્બ્યુલન્સ વાનને લીલી ઝંડી આપી હતી. ભરૂચ શહેર અને જિલ્લાની જનતાની આરોગ્ય સેવા માટે આ એમ્બ્યુલન્સ ઉપયોગી બની રહેશે.
શ્રી નીતિનભાઈ પટેલે ભરૂચ શહેરના આધુનિક રીતે તૈયાર થયેલ માતરીયા તળાવની મુલાકાત લઈને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી સહિત મહાનુભાવોએ માતરીયા તળાવના બગીચામાં વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે સાંસદશ્રી મનસુખભાઇ વસાવા, ધારાસભ્ય સર્વશ્રી દુષ્યંતભાઈ પટેલ, અરૂણસિંહ રણા, , જિલ્લા કલેક્ટરશ્રી એમ.ડી.મોડિયા, જિલ્લા પોલીસ વડાશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી ભાવનાબેન દેસાઇ, જિલ્લા આગેવાન શ્રી મારૂતિસિંહ અટોદરિયા, શ્રી જનકભાઈ બગદાણાવાળા સહિત અધિકારીઓ, નગરપાલિકાના સદસ્યો, શહેરીજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Previous articleપવિત્ર અષાઢી બીજે ભરૂચને મળ્યું ‘નર્મદામૈયા પુલ’ના રૂપે નવલું નજરાણું
Next articleઅંકલેશ્વર માં ૧૮ મી ભગવાન જગન્નાથ ની રથ યાત્રા મંદિર પરિસર માં ફરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here