International

દુનિયાના કેટલાંય દેશોમાં કોરોનાની રસી આવવા છતાંય વાયરસનો ખતરો વધતો જઇ રહ્યો છે.

દુનિયાના કેટલાંય દેશોમાં કોરોનાની રસી આવવા છતાંય વાયરસનો ખતરો વધતો જઇ રહ્યો છે. દુનિયાના દરેક ખૂણામાંથી નવા કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે. છેલ્લાં 24 કલાકમાં 7.11 લાખ નવા કેસ સામે આવ્યા અને રેકોર્ડ 13362 સંક્રમિતોના મોત થતા હાહાકાર મચી ગયો છે. આની પહેલાં 11 ડિસેમ્બરના રોજ સૌથી વધુ 7.12 લાખ કેસ અને 10 ડિસેમ્બરના રોજ સૌથી વધુ 12949 લોકોના મોત થયા હતા.

અમેરિકામાં રેકોર્ડબ્રેક 3700 લોકોના મોત

કોરોના વાયરસની સૌથી વધુ અસર અમેરિકા (America)માં જોવા મળી રહી છે. અમેરિકામાં છેલ્લાં 24 કલાકમાં 3700 લોકોના મોત થયા છે. જ્યારે 2.50 લાખ નવા કેસ સામે આવતા હાહાકાર મચી ગયો છે.

કોરોના વાયરસ  ની સૌથી વધુ અસર અમેરિકા, ભારત (India) અને બ્રાઝિલ (Brazil)માં જોવા મળી છે. છેલ્લાં કેટલાંક દિવસોથી દુનિયાના સૌથી તાકાતવાર દેશ અમેરિકામાં સૌથી વધુ મોત થયા છે. ત્યારબાદ બ્રાઝીલ, મેક્સિકો (Mexico), જર્મની (Germany), ઇટલી (Italy), યુકે (UK), પોલેન્ડ (Poland), રૂસ (Russia), ભારતમાં મોતના સૌથી વધુ કેસ આવ્યા.

દુનિયાભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો 7 કરોડ 45 લાખને પાર કરી ગયો છે. 16 લાખ 54 હજારથી વધુ લોકોનું કોરોના વાયરસથી મોત થયું છે. જો કે 5 કરોડ 23 લાખ લોકો આ ખતરનાક બીમારીથી સ્વસ્થ પણ થઇ ચૂકયા છે. કુલ 7 કરોડમાંથી બે કરોડ લોકો હજુ પણ સંક્રમિત છે તેમની સારવાર ચાલી રહી છે.

દુનિયાના 25 દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5 લાખને પાર

વિશ્વના 25 દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5 લાખથી પાર પહોંચી ગઇ છે. જેમાં ઇટાલી, પેરુ, દક્ષિણ આફ્રિકા, ઈરાન, જર્મની, પોલેન્ડ અને ચિલીનો સમાવેશ થાય છે. વિશ્વના 16 દેશોમાં 20 હજારથી વધુ કોરોના દર્દીઓના મોત થયા છે. તેમાંથી 11 દેશો એવા છે જ્યાં 40 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. તો 54 ટકા લોકોના મોત માત્ર છ દેશોમાં થયા છે. આ દેશો અમેરિકા, બ્રાઝિલ, ભારત, મેક્સિકો, બ્રિટન, ઇટાલી છે.

કોરોનાથી મોતના મામલામાં હાલ બ્રાઝિલમાં 183,822 લોકોના મોતની સાથે બીજા નંબરે છે. 20,000 થી વધુ મૃત્યુવાળા અન્ય દેશોમાં મેક્સિકો (115,099), ઇટાલી (66,537), બ્રિટન (65,520), ફ્રાંસ (59,361), ઈરાન (52,883), સ્પેન (48,596), રશિયા (48,564), આર્જેન્ટિના (41,365), કોલમ્બિયા (39,560), પેરુ (36,858), જર્મની (24,441), પોલેન્ડ (23,914), જર્મની (22,887) અને દક્ષિણ આફ્રિકા (23,827) છે.

Leave a Reply

Your email address will not be published.