Home Gujarat વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા કોવિડ-19 અલગ થી વિગતો જાહેર કરવામાં...

વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા કોવિડ-19 અલગ થી વિગતો જાહેર કરવામાં આવે .

31
0

વડોદરા પાલિકાના આરોગ્ય વિભાગ (Health Department of Vadodara Municipality) દ્વારા ખોટા આંકડા જાહેર કરાતા હોવાની સાબિતી ખુદ પાલિકા દ્વારા જ કરવામાં આવી છે. જેમા વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશન (Vadodara Municipal Corporation) દ્વારા વી.એમ.સી. (VMC)ની વેબસાઈટ પર કોવિડ-19 (Covid_19) માટે અલગ થી વિગતો જાહેર કરવામાં આવે છે. જેમા 8 ડિસેમ્બર સુધી શહેરમા કુલ 4,45,897 કોરોનાના ટેસ્ટ (Corona Test) કરવામાં આવ્યા હતા અને તેમાંથી કુલ 19022 કોરોના પોઝિટિવ કેસો (Corona positive cases) નોંધાયા હોવાનુ એક ગ્રાફમા જણાવ્યુ હતું.
જ્યારે બીજી તરફ તેની વિરૃદ્ધ 8 ડિસેમ્બરના દિવસે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા મેડિકલ બુલેટીનમા અત્યાર સુધીના કુલ કેસો ફક્ત 18,912 જ જાહેર કરાયા હતા. શુ વેબસાઈટ એક દિવસ એડવાન્સ ચાલી રહી છે કે પછી શહેરીજનોને ગુમરાહ કરવા માટે ખોટા આંકડા જાહેર કરવામાં આવે છે.
તેવામા આજે સત્તાવાર રીતે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આજના 109 કેસ પોઝિટિવ સાથે અત્યાર સુધી કુલ પોઝિટિવ આંક 19021 મેડિકલ બુલેટિનમા જાહેર કર્યો હતો. જે વેબસાઈટ પર જાહેર કરાયેલા એક દિવસ અગાઉના પોઝિટિવ કેસ કરતા પણ એક ઓછો હોવાનુ ચિત્ર સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યુ છે.
જ્યારે આજે વી.એમ.સી.ની કોવિડ-19 ની વેબસાઈટ પર અત્યાર સુધીના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 19131 જાહેર કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી આંકડાઓનુ આ ધુપ્પલ વી.એમ.સી.ની કોવિડ-19ની વેબસાઈટ અને બુલેટિન વચ્ચે રમાઈ રહ્યુ છે.
આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા કયા આંકડાઓ પર જનતાએ વિશ્વાસ કરવો??
તારીખ બુલેટિનના આંકડા વેબસાઈટના આંકડા તફાવત
૧-૧૨-૨૦ ૧૮૧૩૭ ૧૮૨૪૭ ૧૧૦
૨-૧૨-૨૦ ૧૮૨૪૮ ૧૮૩૫૮ ૧૧૦
૩-૧૨-૨૦ ૧૮૩૬૦ ૧૮૪૭૦ ૧૧૦
૪-૧૨-૨૦ ૧૮૪૭૦ ૧૮૫૮૦ ૧૧૦
૫-૧૨-૨૦ ૧૮૫૭૮ ૧૮૬૮૮ ૧૧૦
૬-૧૨-૨૦ ૧૮૬૮૮ ૧૮૭૯૮ ૧૧૦
૭-૧૨-૨૦ ૧૮૮૦૧ ૧૮૯૧૧ ૧૧૦
૮-૧૨-૨૦ ૧૮૯૧૨ ૧૯૦૨૨ ૧૧૦
૯-૧૨-૨૦ ૧૯૦૨૧ ૧૯૧૩૧ ૧૧૦
વેબસાઈટનુ ઠીકરૂ આઈ.ટી ડાયરેક્ટરના માથે ફુટે તો નવાઈ નહિ
એ.સી.બીમા જેના વિરૃદ્ધ અરજી થઈ છે તે આઈ.ટી. ડાયરેક્ટર મનીષ ભટ્ટ છેલ્લા કેટલાક દિવસોથી રઘવાયેલા હોવાનુ વિશ્વાસપાત્ર સુત્રોએ જણાવ્યુ હતું. તેવામા આવનારા સમયમાં વેબસાઈટનુ ઠિકરૂ આઈ.ટી.ડાયરેક્ટરના માથે ફુટે તો નવાઈ નહિ.


Previous articleઅમદાવાદથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના જિલ્લાઓમાં માવઠું પડ્યું છે.
Next articleએશિયા માં પરમાણુ હથિયારોની સંખ્યાના કેસમાં ચીન પહેલાં નંબર પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here