GUJARAT

પારડી અને ઉમરગામ તાલુકામાં આયુર્વેદિક ઉકાળા અને શંશમનીવટીનું વિતરણ

કોરાના સામે રક્ષણ મેળવવા આયુર્વેદિક એક અકસીર ઉપાય

કોરોના મહામારીએ વિશ્વના દેશોને સંક્રમિત કર્યા છે. આરોગ્‍યક્ષેત્રે સમૃધ્‍ધ દેશો પણ કોરાનાના કહેરથી ત્રાહિમામ પોકારી ગયા છે. સમગ્ર વિશ્વના દેશો કોરોનાની રસી શોધવા મથામણ કરી રહયા છે, પરંતુ પૂર્ણતઃ સફળતા મળી નથી. ભારત દેશ પણ કોરોનાગ્રસ્‍ત બન્‍યો છે. ત્‍યારે અતિપ્રાચીન યુગથી ચાલી આવેલી આયુર્વેદિક ચિકિત્‍સા મહદઅંશે સફળ રહી છે. ભારતના આયુષ મંત્રાલયે પણ કોરાનાની સારવારમાં આયુર્વેદિક દવાના ઉપયોગ માટે ભલામણ કરી છે. અને તેના સારા પરિણામો પણ મળી રહયા છે. કોરાના સામે રક્ષણ મેળવવા રોગપ્રતિકારક શકિત વધારવી એજ ઉપાય છે, એ આયુર્વેદિક દવા થકી પ્રાપ્‍ત થઇ રહી છે.
ગુજરાતમાં કોરાનાના સંક્રમણને રોકવા તેમજ કોરોનાગ્રસ્‍તોની સારવારમાં નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન મુજબ આયુર્વેદિક/હોમિયોપેથીક પધ્‍ધતિનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. વલસાડ જિલ્લામાં જિલ્લા કલેકટર શ્રી આર.આર.રાવલના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરના નેજા હેઠળ જિલ્લા આયુર્વેદિક અધિકારીની કચેરીના ડૉકટર્સ દ્વારા જિલ્લાના તમામ તાલુકામાં તથા ગામડાઓમાં આયુર્વેદિક ઉકાળો, શંશમનીવટીનું વિતરણ કરવામાં આવી રહયું છે.
આ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ વધુ અસરકારક રીતે થાય તે માટે તાલુકા હેલ્‍થ ઓફિસરશ્રીઓ, આરોગ્‍ય કર્મચારીઓ, આશા વર્કરો, આંગણવાડી કાર્યકરો, આયુર્વેદિક વિભાગના ડૉકટર્સ તથા સ્‍ટાફ, સ્‍વામી વિવેકાનંદ યુવા મંડળ ,ધન્‍વંતરી રથ તથા વિવિધ સેવાભાવી સંસ્‍થાઓના સહયોગથી વિતરણ કરવામાં આવી રહયું છે.

જિલ્લાના પારડી અને ઉમરગામ તાલુકામાં હોમ આઇસોલેશન થયેલા દર્દીઓઓને ઘર બેઠા ઉકાળા અને શંશમનીવટીનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. કોરોનાની બીજી લહેરને ધ્‍યાને રાખી કોવિદ-૧૯ની ગાઇડલાઇનનું ચુસ્‍ત રીતે પાલન કરી કામગીરી કરવામાં આવી રહી છે. ઉમરગામ તાલુકામાં ઉમરગામ ટાઉન,નારગોલ,ફણસા,કનાડુ, બિલીયા,ઝરોલી, ભિલાડ, ડહેલી નગરપાલિકા , ગ્રામ્‍ય વિસ્‍તાર તેમજ બેંકો, કલગામની એસઆરપી કેમ્‍પના પોલીસ જવાનોને આ દવાનો લાભ આપવામાં આવ્‍યો હતો.

Leave a Reply

Your email address will not be published.