વડોદરા તા.૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૦ (શુક્રવાર) વડોદરા જિલ્લાના સાવલી ખાતે ધારાસભ્યશ્રી કેતનભાઈ ઇનામદારની ઉપસ્થિતિમાં કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.આ અવસરે સ્વ સહાય જૂથની મહિલાઓને ધિરાણ મંજૂરી પત્રોનું વિતરણ કરી બેન્કો સાથે મહિલાઓને ધિરાણ પુરૂ પાડવા અંગે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા.
મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો ઇ-લોન્ચિંગથી શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી વી.એમ.રાજપૂત,પદાધિકારીઓ, અધિકારીઓ સહિત મહિલાઓ હાજર રહી હતી.
Home Gujarat સાવલીમાં મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો શુભારંભ ધારાસભ્ય અને કલેક્ટરના હસ્તે સ્વસહાય...