Home Astrology ઘરના કોઈપણ દરવાજાની વિરુદ્ધમાં એટલે કે સામે અરીસો ન લગાવાય!

ઘરના કોઈપણ દરવાજાની વિરુદ્ધમાં એટલે કે સામે અરીસો ન લગાવાય!

44
0

ફેંગશૂઈ
ચપ્પુ, કાતર અને દોસ્તી
ડેસ્ક પર કામ કરતા સમયે કાતરને એ રીતે ન રાખશો કે તેનો અણીદાર ભાગ તમારી અથવા બીજા કોઈની તરફ ઈશારો કરી રહ્યો હોય. તેનો અર્થ છે કે અણીદાર ભાગમાંથી હાનિકારક ઊર્જાઓ નીકળીને કોઈનું પણ અહિત કરી શકે છે. આવી જ રીતે કોઈની તરફ ઈશારો કરતા ચાકુ, હથોડી અથવા અન્ય ટૂલ્સના અણીદાર ભાગ પણ નુકસાન પહોંચાડે છે. બની શકે ત્યાં સુધી અણીદાર ભાગ કોઈની તરફ ન રાખો.
ચપ્પુ, કાતર અથવા આવા જ કોઈ સાધનનો અણીદાર ભાગ કોઈ દોસ્ત તરફ તાણવાથી પરસ્પરના સંબંધોમાં તુરંત તિરાડ પડી જશે. આવાં સાધનોનો એટલો તીવ્ર પ્રભાવ હોય છે કે કોઈ અન્ય સ્થિતિ આટલી જલદી દોસ્તીને સમાપ્ત નથી કરી શકતી. કોઈને ઉપહારમાં પણ અણીદાર વસ્તુઓ ન આપવી, તેનાથી દોસ્તી ખતમ થઈ જાય છે.
ઉપહારમાં કાતર ન આપશો
અણીદાર અને ઉગ્ર વસ્તુઓમાંથી ઝેરીલા તીરની પ્રતિકૂળ ઊર્જા નીકળે છે. આ કારણસર આવી ચીજોનો ઉપહાર લેવાવાળા ખરાબ ફેંગશૂઈથી ગ્રસ્ત થઈ જાય છે. ચીની લોકો ઉપહારમાં આપવા માટે ઓજાર અથવા અન્ય અણીદાર વસ્તુઓ ક્યારેય નથી ખરીદતા.
જો ઉપહારમાં અણીદાર વસ્તુઓ (જેવી કે, ટૂલ-બોક્સ, ચપ્પા અથવા ઓપનર વગેરે) મળી જાય તો તેની ઘાતક અને પ્રતિકૂળ અસરને તુરંત ખતમ કરવા માટે ઉપહાર આપવાવાળાને પ્રતીકના રૂપે એક સિક્કો આપો. તેનાથી અણીદાર વસ્તુઓની ઘાતક તથા પ્રતિકૂળ અસર દૂર થઈ જશે.
ફેંગશૂઈ ટિપ્સ


 • જળતત્ત્વની પ્રધાનતાવાળા લોકો માટે કાળો અને વાદળી રંગ હિતકર હોય છે. એવા લોકોએ લીલા, નારંગી તથા ભૂરા રંગનો ઉપયોગ ન કરવો.
 • એવા લોકો કે જેમાં કાષ્ઠ તત્ત્વની પ્રધાનતા હોય છે, તેમના માટે કાળો અને વાદળી રંગ શુભ હોય છે. જ્યારે લાલ, સફેદ અને સોનેરી રંગ અશુભ હોય છે.
 • તમારા નજીકના લેટરબોક્સને એ રીતે વ્યવસ્થિત કરો કે તેનો એક છોડીને બીજો અંક ગણતરીમાં વધારે હોય. ધ્યાન રાખો કે તેનો અંતિમ આંક ૪ ન હોય.
 • ઘરના કોઈપણ દરવાજાની વિરુદ્ધમાં અરીસો ન લગાવશો, કારણ કે તે ‘ચી’ને પ્રવેશતા રોકે છે, સાથે જ તે નકારાત્મક ‘ચી’ ને ફેલાવવામાં પણ સહાયક હોય છે.
 • અરીસાને હંમેશાં સ્વચ્છ રાખો. એવા અરીસા જે ‘ચી’ના પ્રવાહને વધારવા માટે લગાવવામાં આવે છે, ધૂળ જામેલી હોવાથી ઈચ્છિત ફળ નથી આપતા.
 • ઘરમાં દરેક જગ્યાએ અરીસા લગાવવા સંભવ નથી હોતા, માટે અરીસા ત્યાં જ લગાવવા જ્યાં તમે વધારે સમય સુધી ઊઠો-બેસો છો.
 • ડાઈનિંગ રૂમમાં લાગેલા અરીસા પ્રતીકાત્મક રૂપે તમારા ટેબલ પર રાખેલી ભોજન સામગ્રીને ડબલ કરી દે છે, વાસ્તવમાં એ એવો પ્રભાવ પાડે છે કે તમારી ખુશીઓ બેવડી થઈ જાય છે.
 • સીડીઓના ઉપરના છેડા પર લાગેલ દર્પણ ‘ચી’ને સીડીઓ દ્વારા બહાર પ્રવાહિત થતા રોકે છે.
 • એરકંડિશન્ડ યુનિટ્સ અથવા રેફ્રિજરેટરના અવાજને દબાવવા માટે નાની વિંડ ચાઈમ્સનો ઉપયોગ કરો.
 • બેડરૂમમાં જે જગ્યાએ તમે વધારે સમય પસાર કરો છો, તે જગ્યા મુખ્ય દ્વારથી રૂમની તરફ વિકર્ણ રેખીય દિશામાં હોવી જોઈએ.
 • બેડરૂમમાં પર્યાપ્ત પ્રકાશ રાખો.
 • આગલો દરવાજો સુસજ્જિત તથા આકર્ષક હોવો જોઈએ, જેથી તે આગંતુકો ( અને તમારાં ભાગ્ય)ને આકૃષ્ટ કરી શકે.
 • આગલા દરવાજાની પાસે રાખેલાં ફૂલોનાં કૂંડાં, સુંદર ડોરમેટ, વગેરે ‘ચી’ ને ઘરમાં પ્રવેશવા માટે પ્રોત્સાહિત કરતા રહે છે.
 • જો પ્રવેશદ્વાર સાંકડું હોય તો તેની ઉપર મોટો અરીસો લગાવી દો.
 • પ્રવેશદ્વારની સીધમાં આગળ સ્થિત ‘શાર’ વસ્તુઓના પ્રભાવને ઓછો કરવા માટે તમે ઘરની આગળ ફુવારો અથવા કૃત્રિમ જળાશય પણ બનાવી શકો છો.
 • આગળનો દરવાજો હંમેશાં ઘરની પાછળના દરવાજાની તુલનામાં મોટો હોવો જોઈએ. તેનાથી ‘ચી’ સરળતાથી પ્રવાહિત થઈને ઘરમાં ટકી રહે છે.
 • તમારા ઘરની ડાબી તરફ આવેલ ભવન જમણી બાજુ આવેલા ભવનની તુલનામાં મોટું હોવું જોઈએ, કારણ કે ડાબો પક્ષ ‘ડ્રેગન’નો સૂચક છે, જ્યારે જમણો ‘ટાઈગર’નું પ્રતીક છે.
 • આગલો દરવાજો હંમેશાં ઘરના ડાબા છેડે જ હોવો જોઈએ. ફેંગશૂઈ અનુસાર ડાબી તરફ આવેલ દરવાજો ‘ડ્રેગન’ દ્વારા રક્ષિત હોય છે.
Previous articleઆજે જ બનાવો મેંદુ વડા, સાઉથ ઇન્ડિયન વાનગીનો ટેસ્ટ હવે ઘરે જ માણો
Next articleAMC દ્વારા વધુ 15 વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મૂકાયા, 9 હટાવાયા, જાણો તમારો તો એરિયા નથી લિસ્ટમાં..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here