Business

શું તમે જાણો છો PAN Cardમાં લખેલ નંબરનું શું છે રહસ્ય, દરેક આંકડામાં છુપાયેલી છે જાણકારી

આજના સમયમાં પાન કાર્ડનો ઉપયોગ લેતી દેતી માટે ખુબજ ઉપયોગી છે. સાથે સાથે આઇડી કાર્ડના રૂપમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તમારી પાસે પણ પાન કાર્ડ હોવુ જરૂરી છે જેમાં તમારી જન્મ તારીખની નીચે (Permanent Account Number) હોય છે. આ નંબર 10 અંકનો હોય છે. આ નંબરનો ખાસ મતલબ છે. આ નંબરમાં આ પ્રકારની જાણકારી છુપાયેલી હોય છે.

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં પાનની શરૂઆતના ત્રણ ડિજીટ અંગ્રેજી આલ્ફાબેટ સીરીઝને દર્શાવે છે. આ આલ્ફાબેટીક સીરીઝમાં AAAથી લઇને ZZZ સુધી અંગ્રેજીના ત્રણ અક્ષરોની સીરીઝ હોય છે. જેને આવકવેરા વિભાગ નક્કી કરે છે.

પાનકાર્ડનો ચોથો નંબર આવક કરદાતાના સ્ટેટસને દર્શાવે છે. જો ચોથા સ્થાને P હોય તો એ દર્શાવે છે કે તે પર્સનલ નંબર છે. એટલેકે આ કોઈ એક વ્યક્તિનો નથી. તો F હોય તો સમજી લેવુ કે આ નંબર કોઇ ફર્મનો છે. આ જ રીતે Cથી કંપની અને AOPથી એસોશિએસન ઓફ પર્સન, Tથી ટ્રસ્ટ, Hથી અવિભાજીત હિન્દુ પરિવાર, Bથી બોડી ઓફ ઇન્ડિવિઝ્યુઅલ, Lથી લોકલ, Jથી આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પર્સન, Gથી ગવર્નમેન્ટ એવું સમજી શકાય છે.

પાન કાર્ડ નો પાંચમો આંકડો પણ અંગ્રેજી અક્ષર છે. તે કાર્ડ ધારકની અટકનો પ્રથમ અક્ષર બતાવે છે. ઉદાહરણ તરીકે, કોઈની અટક કુમાર હોય તો પાનકાર્ડનો પાંચમો અંક K હશે જો તે ખુરાના છે. અટકનો પ્રથમ અક્ષર ચાર અંકો પછી આવે છે. આ સંખ્યા 00001 થી 9999 ની વચ્ચે કોઈપણ ચાર અંકો હોઈ શકે છે. આવકવેરા વિભાગની સીરીઝના નંબર છે.

પાનકાર્ડનો દસમો આંક પણ અંગ્રેજી અક્ષર છે. આવકવેરા વિભાગના જણાવ્યા મુજબ, તે આલ્ફાબેટનો ચેક અંક હોઈ શકે છે. આ A થી Z વચ્ચે નો કોઈપણ અક્ષર હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.