Surat

અંકલેશ્વર ની લોરેન્સ ફાર્મા કંપની માં આગ લાગતા દોડધામ 

=પ્લાસ્ટિક ના દાણા ના જથ્થા માં લાગી આગ 

=બે જેટલા ફાયર બ્રિગેડે ગણતરી ના કલાકો માં આગ ઉપર કાબુ મેળવ્યો હતો કોઈ જાનહાની નહિ 

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. માં આવેલ લોરેન્સ ફાર્મ કંપનીમાં સ્ટોર કરેલ પ્લાસ્ટિક ના દાણા ના જથ્થા માં અચાનક આગ ફાટી નીકળતા બે જેટલા ફાયર બ્રિગેડે ગણતરી ના કલાકો માં આગ ઉપર કાબુ મેળવ્યો હતો જો કે કોઈ જાનહાની થવા પામી ન હતી
  
પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ લોરેન્સ ફાર્મા કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડ ધામ મચી જવા પામી હતી કંપની માં સ્ટોર કરેલ પ્લાસ્ટિક ના દાણા ના જથ્થા માં આગ લાગતા કંપની સંચાલકો એ તાત્કાલિક ડીપીએમસી ફાયર સ્ટેશન માં જાણ કરતા બે જેટલા ફાયર બ્રિગેડ સાથે ફાયટરો દોડી આવી પાણી નો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ સુધી જાણી શકાયું નથી ઘટનાના પગલે એક સમયે સ્થળ ઉપર લોક ટોળા ભેગા થઈ ગયા હતા સદભાગ્યે કોઇ જાનહાની થવા પામી ન હતી

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.