Home South-Gujarat Dolphy India Private Limited દ્રારા રક્તદાન શિબિર સાથે પ્લાઝમાં અવેરનેશ કાર્યક્રમનું...

Dolphy India Private Limited દ્રારા રક્તદાન શિબિર સાથે પ્લાઝમાં અવેરનેશ કાર્યક્રમનું આયોજન..

3
0

હાલમાં ચાલતી આ કોરોના મહામારીને લઈ ને રક્તની તાતી જરૂરત હોવાને લીધે તાત્કાલિક ધોરણે Dolphy India Private Limited દ્રારા રેડક્રોસ બ્લડબેંક સુરત અને સક્ષમ ગ્રુપના સહયોગથી ડોલ્ફી હાઉસ,પ્રિયંકા ઇન્ટરસીટી,કાંગારૂ સર્કલ પાસે,પર્વત પાટીયા,સુરત ખાતે રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં Dolphy India Private Limited ના ડિરેક્ટર ભગીરથ સોરઠિયા અને યોગેશ મંડાણી,માર્કેટિંગ હેડના આશિષ પાનસેરિયા અને કંપનીના મેનેજર હિરેન દુધાત ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમમાં 38 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવેલ.આ રક્તદાન કેમ્પ દરમિયાન સરકારની તમામ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવેલું હતું.


આ કાર્યક્રમમાં સક્ષમ પશ્ચિમ ભારતના કાર્યવાહક અને રેડક્રોસ બ્લડબેન્કના અધ્યક્ષ અને હોમગાર્ડઝ કમાન્ડન્ટ ડૉ. પ્રફુલ્લ શિરોયાએ કોરોનાની મહામારીમાં રક્તદાન વિશે જણાવ્યુ હતું કે ૧૮ વર્ષની ઉપરની અને ૫૫ વર્ષથી નીચેના કોઈપણ વ્યકિતઓ કે જેમનું સ્વાસ્થ્ય સારું હોય એવા યુવાનોએ રક્તદાન કરવું જોઈએ.તેમજ કોવીડ પ્લાઝમા ડોનેશનની વિગતવાર માહિતી આપતા કહ્યું કે માનવ શરીરમાં રક્તમાં કણો અને પ્લાઝમા રહેલ છે.તંદુરસ્ત વ્યકિતમાં આશરે ૪૫% કણો અને આશરે ૫૫% પ્લાઝમાનો ભાગ હોય છે.પ્લાઝમા આશરે ૯૨% જેટલું પાણી હોય છે.અને ૮%પ્રોટીન,હોર્મોન,મિનરલ્સ,એન્ટી બોડી વગેરે હોય છે.કોણ કોવીડ પ્લાઝમા આપી શકે? ૧૮ વર્ષ થી ૬૫ વર્ષની ઉમર ધરાવતા પુરુષ કે સ્ત્રી જેમને તાવ અને ખાંસીના લક્ષણો સંક્રમણ દરમ્યાન હતા તથા વજન ૫૦ કી.ગ્રા. થી વધુ અને હિમોગ્લોબીન ૧૨.૫gm% કરતાં વધુ હોય.શરીરમાં પ્રોટીનનું પ્રમાણ ૬gm/dl હોય તથા લોહીથી ફેલાતા રોગો હામણા કે ભુતકાળમાં ના થયેલ હોય તેવી વ્યકિત પ્લાઝમાં ડોનેટ કરી શકે છે.

નજીકની બ્લડબેંકે જઈને કોવીડ પ્લાઝમાં ડોનેટ કરવાની અપીલ કરેલ.સાથે સાથે હાલના સમયમાં દરેકે એકબીજાથી સોશિયલ ડિસ્ટન્સ રાખવું, હાથને વારંવાર ધોઈને સેનેટાઈજ કરવા અને માસ્ક ફરજિયાત પહેરવાનું કહયું હતું.

આ કાર્યક્રમની સાથે સાથે ઓનલાઇન ૧૫૦૦ વ્યકિતને જોઇન્ટ કરીને કોવીડ પ્લાઝમાં અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરેલ.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Previous articleટુ વ્હીલર અને ફોર વ્હીલમાં પોલીસ દ્વારા માસ્ક સિવાય અન્ય આર.ટી.ઓ. દંડ વસૂલવામાં ન આવે તેવી માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્પષ્ટ સૂચના
Next articleભરૂચ ખાતે આજ રોજ હેમંતભાઈ ઠાકોર તથા અજિતભાઈ રાજ દ્વારા જરૂરિયાત મન્દ દીકરીબા ને કરિયાવર મા બેગ અને કપડા આપવામાં આવ્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here