Home International અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ આવતા 24 કલાકમાં એવો નિર્ણય લેશે કે ચીનને લાગશે...

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ આવતા 24 કલાકમાં એવો નિર્ણય લેશે કે ચીનને લાગશે જોરદાર ધ્રાસકો

7
0

ચીનની સાથે વધતા તણાવ અને તેની વિરૂદ્ધ લાગેલા જાસૂસીના આરોપોની વચ્ચે અમેરિકા એ એક મોટો નિર્ણય લીધો છે. ભારતના તર્જ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ણય કર્યો છે કે દેશમાં ચીની વીડિયો શેરિંગ મોબાઇલ એપ ટિક-ટોકને પ્રતિબંધિત કરી દેવાશે. તેના માટે ટૂંક સમયમાં જ કાર્યકારી નિર્દેશ લેવાશે. એવા સમાચાર પણ આવ્યા છે કે અગ્રણી ટેક કંપની માઇક્રોસોફટ તેના અમેરિકામાં ઓપરેશન્સને ખરીદી શકે છે. આપને જણાવી દઇએ કે ભારતે બે વખતમાં 106 ચીની મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
શનિવારના રોજ આદેશ શકય
ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય અંગે AF1 એ કહ્યું કે જ્યાં સુધી ટિક-ટોકની વાત છે તેને અમેરિકામાં પ્રતિબંધિત કરી દેવાશે અને બની શકે છે કે શનિવારના રોજ તેને લઇ કાર્યવાહી કરી દેવામાં આવે. આની પહેલાં ટ્રમ્પે કહ્યું હતું કે અમે બીજું વસ્તુ પણ કરી શકીએ છીએ, કેટલાંય વિકલ્પ છે પરંતુ ઘણી બધી વસ્તુઓ થઇ રહી છે આથી અમે જોઇશું કે શું થાય છે પરંતુ અમે ટિક-ટોકને લઇને કેટલાંય વિકલ્પ જોઇ રહ્યા છીએ.
માઇક્રોસોફ્ટ ખરીદી શકે છે
એ વાતની પણ ચર્ચા થઇ રહી છે કે ટિક-ટોકના અમેરિકામાં ઓપરેશન્સને પ્રખ્યાત ટેકનોલોજી કંપની માઇક્રોસોફ્ટ ખરીદી શકે છે. દ વોલ સ્ટ્રીટ જર્નલ એ શુક્રવારના રોજ આ અંગે રિપોર્ટ કર્યો હતો કે માઇક્રોસોફ્ટ આ દિશામાં વાતચીત કરી રહી છે અને અબજો ડોલરની ડીલ સોમવાર સુધીમાં કરી શકે છે. તેને લઇ ટિક-ટોકની પેરન્ટ કંપની બાઇટડાન્સ, માઇક્રોસોફ્ટ અને વ્હાઇટ હાઉસના પ્રતિનિધિઓની વચ્ચે હશે. જો કે જરૂરી નથી કે ડીલ થઇ જાય અને મીડિયા રિપોર્ટસના મતે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ખુદ નથી ઇચ્છતા કે આવી કોઇ ડીલ કરાય.
ભારતે 59 બીજી એપ પ્રતિબંધિત કરી
25 સભ્યો વાળી અમેરિકન કોંગ્રેસની ટીમે રાષ્ટ્રપિત ડોનાલ્ડ ટ્રમ્પને આ બાબતે એકશન લેવા અને અમેરિકન નાગરિકોના ડેટાને સુરક્ષિત કરવા માટે નક્કર પગલાં ઉઠાવવા માટે આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ટિકટોકના ડેટાથી ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી વધુ એડવાન્સ થઇ શકે છે. તો ભારતે ચીનની 47 બીજી એપ બને કરી દીધી. આની પહેલાં 59 એપ બને કરી ચૂકયું છે જેમાં ટિકટોક પણ સામેલ છે. બાદમાં પ્રતિબંધિત કરાયેલી એપ્સમાં મોટાભાગની ક્લોનિંગ વાળી એપ્સ સામેલ છે.

Previous articleચેતજો! આજથી ગુજરાતમાં જાહેરમાં થૂંકનાર અને માસ્ક ન પહેરનાર મર્યા સમજો, પણ પોલીસ અસમંજસમાં…
Next articleડાકોરમાં કોરોના માથું ઊંચક્યું ડાકોરમાં વધુ ચાર કેસ કોરોના પોઝિટિવ નીકળ્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here