આપની દીકરી ઉંમરલાયક થાય એટલે આપણે એના માટે સારા ઘર અને વરની શોધ શરૂ કરી દઈએ છીએ.ખાસ કરીને માતાના મનમાં એમ થાય છે કે મારી દીકરી ના સાસરામાં સાસુ સસરા ના હોય. નણંદ ના હોય જેઠ દેવર ના હોય. જમાઈ દેખાવડા હોય રૂપિયાવાલા જમાઈ હોય. ભણેલાગણેલા જમાઈ હોય. જમાઈ સારી વધારે પગારવાલી નોકરી કરતા હોય. જમાઈનો સારો વેપાર હોય. ઘરમા નોકર ચાકર કામ કરતા હોય. મારી દીકરીને ઘરનું કઈ કામ ના કરવું પડે બરાબર એમ જ તમે મનમાં વિચારો છે ને?
આપણે જોઈએ છીએ કે લગ્નમાં ભવ્ય જલસા કર્યા હોય ધુમ ખર્ચો કર્યો હોય. ને બે ચાર મહિનામાં ખબર આવે છે કે પેલા દંપતીના છૂટાછેડા થઈ ગયા છે. આમ કેમ ? આટલા ટૂંકા ગાળામાં આ ઘટના કેમ બની? કારણ તમે જાણવાની કોશીશ કરી છે ખરી?

દીકરીઓ આમ પણ પિતાની વધારે લાડકી હોય છે.એક વખત એક દીકરીએ પોતાના પિતાને વાતવાતમાં કહ્યું પપ્પા મને એક વાત કહો. હું સાસરે જઈશ ત્યા બધા મને અહીં દીકરીની જેમ તમે રાખો છો એમ રાખશે?પિતા અનુભવી અને ઠરેલ હતા.
થોડી વાર વિચારી પછી બોલ્યા.હા બેટા તને તારા સાસરામાં બધા બરાબર રાખશે. પણ એનો બધો જ આધાર તારો તારા સાસરિયામાં કેવો વહેવાર છે એની ઉપર જ બધો આધાર છે.
બેટા અહીં હમેં તને 18 કે 20 વરસ રાખી.બાકીના વરસો તને ત્યા રહેવાનું છે અહીં તું દીકરી છે પણ સાસરામાં ત્યા તને વધુ ભૂમિકાઓ ભજવવાની આવશે .
પત્નીની દીકરીની માતાની જેઠાણી દેરાણી પુત્રવધુ આટલા બધામા તારા અશ હશે ત્યા તને બધા બહુ સાચવશે
એક વસ્તુ યાદ રાખજે બેટા તું તારા સાસરામાં બધાને જેટલું સાચવશે એનાથી ડબલ તને એ લોકો સાચવશે.તને સાસરે ગયા પછી પિયરનો બહુ મોહ રાખવો નહિ તારા ઘર પર જ બરાબર દયાન આપવું.
દરેક માતાએ ખાસ સમજવવા જેવું છે કે તમે દીકરીના ઘરમાં વધારે દખલગિરી કરશો એટલું વધારે નુકશાન તમારી દીકરીનું જ થશે. જો તમારી દીકરી સાસરામાં સુખી છે એને શાંતિ છે તો તમને ખુશ થવું જોઈએ.તમે વધારે પડતી દખલ કરશો તો ધીમે ધીમે તમારી દીકરીના સંસારમાં આગ લાગશે તમારી દીકરીનું ઘર તૂટશે.બન્ને પરિવારો ના છૂટકે સમાધાન કરી છૂટા પડશે.
પછી થોડા સમય પછી માતા પોતાની દીકરી માટે બીજું ઘર બીજો વર શોધવાનું શરૂ કરશે. બીજી વારનું હોય તો માં દીકરી બન્નેના ચહેરા પર ઉમંગ ઉત્સાહ હોતો નથી.મજબૂરી છે. પછી દીકરીના બીજા લગ્ન લેવાઇ છે થોડા સમય પછી દીકરીની માં ને સમજાય છે કે આની કરતા પહેલા બહુ જ સારું હતું.સારો જમાઈ હતો સારું સંસ્કારી ઘર હતુ કોઈ વાતે કઈ કહેવા જેવું નહોતી.પણ હવે શું થાય ચુપચાપ રહેવા સિવાય રસ્તો જ નથી નિભાવ્યે જ છૂટકો. જો માતા દીકરીના ઘરમાં નાની નાની વાતોમાં દખલ કરશે તો તમે દીકરી માટે કેટલા વર કેટલા ઘર શોધશો?
તમારી દીકરી આજે તમારે ઘરે કેમ બેઠી છે તમે વિચાર્યું ખરું? તમે જ ફોનમાં કહેતા હતા વહેલું ઉઠવાનું નહિ. બહુ કામ કરવાનું નહિ સાસુને સામે જવાબ આપી દેવાનો દેરાણી જેઠાણીનું કહ્યું માનવાનું નહિ.જમાઈ દર રવિવારે હોટલમાં જમવા લઈ જાય ફરવા લઇ જાય વિગેરે વિગેરે દરેક દીકરીને માનો ફોન આવે તો માં બધા મજામાં છે મને શાંતિ છે ફિકર ચિંતા કરશો નહિ.એમ જ કહેવું ઘરની નાની નાની વાતો કોઈને પણ કહેશો નહિ સાસરામાં બધા સાથે હળીમળીને રહેવામાં જે મજા છે તે અલગ રહેવામાં નથી.જો દીકરી એમ સમજી જાય કે હવે આજ મારું ઘર છે અને મને જ આ સાચવવાનું છે તો લગભગ બધી સમસ્યાઓનો અંત આવી જાય.
અબ્બાસભાઈ કૌકાવાલા-સુરત