(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે રાજપીપળા શહેર પેટ્રોલ પંપ ની સામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પર ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.જેમાં શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમણસિંહ રાઠોડ, મહામંત્રી રાજેન્દ્રભાઈ પટેલ તથા અજીતભાઈ પરીખ સહિત રાજપીપળા નગર પાલિકાના સભ્યો હાજર રહ્યા હતાં.કોરોના મહામારી ના કારણે એકદમ સાદાઈ થી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.