અધિકારીઓ દ્વારા આજથી નાના વાહનો માટે પુલ ખુલ્લો મુકવાની જાહેરાત બાદ ત્યાં હાજર સ્ટાફે અમને કોઈ જાણ કરાઈ નથી કહી કેટલાક ચાલકોને અટકવ્યા હતા
(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા થી વડોદરા જતા હાઇવે માર્ગ પર નર્મદા નદી ના પોઇચા પુલ ને આજથી નાના વાહનો માટે ખુલ્લો મુકવાની જાહેરાત બાદ સવારે બાઇકો કે અન્ય નાના વાહનો લઈ ગયેલા ચાલકો ને ત્યાં હાજર સ્ટાફે અટકાવી અમને કોઈ જાણ કરાઈ નથી કહી અમુક ને અતકાવતા કેટલાક વાહન ચાલકો અટવાયા હતા.જોકે ત્યારબાદ વડોદરા માર્ગ મકાન વિભાગ ના અધિકારી એ સૂચના આપતા નાના વાહનો પસાર થયા હતા.
◆ આ બાબતે માર્ગ મકાન વિભાગના ઈજનેર થોરાટ એ જણાવ્યું હતું કે 15 એપ્રિલ સુધીનું જ નાના વાહનો માટે પુલ બંધ રાખવાનું જાહેરનામું હતું તો ત્યાં હાજર સ્ટાફે કેમ વાહન ચાલકો ને અટકવ્યા એ સમજાયું નથી છતાં હમણાં ત્યાં સુચના આપી દીધી છે.