India

હેલ્મેટ વિના વાહન ચાલકો પાસેથી વહેલી સવારથી શહેરમા ટ્રાફિક પોલીસ દ્વારા દંડની વસુલાત કરવામાં આવી રહી છે…

હેલ્મેટ વિના વાહન ચાલકો પાસેથી વહેલી સવારથી શહેરમા ટ્રાફિક પોલીસ દ્વારા દંડની વસુલાત કરવામાં આવી રહી છે. માસ્ક ન પહેરનાર પાસેથી એક હજાર અને હેલ્મેટ ન પહેર્યું હોય તેની પાસેથી 500 રૂપિયા દંડ વસુલાતા હવે સામાન્ય પ્રજાના માથે દંડનો મારો વધ્યો છે. સામાન્ય પ્રજા દંડ ભરતી વખતે પોલીસ સાથે આજીજી કરતી પણ નજરે પડી રહી છે તો કેટલાક લોકો ટ્રાફિક પોલીસ સામે અવનવા બહાના બનાવી રહ્યા છે. ત્યારે આગામી 20 તારીખ સુધી ટ્રાફિક ની ડ્રાઈવ ચાલશે અને શહેરના તમામ મહત્વ ટ્રાફિક પોઈન્ટ પર પોલીસ કાર્યવાહી કરશે.

અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી લોકો ઓફિસે કે અન્ય કામે જઈ રહ્યા છે. જે લોકો નોકરીએ જાય છે તે લોકો માસ્ક પહેરે છે પરંતુ હેલ્મેટ નથી પહેરતા આ વાત છેલ્લા કેટલાક સમયથી સ્ટેટ ટ્રાફિક બ્રાંચના ધ્યાને આવી હતી, જેના કારણે 9 તારીખથી 20 તારીખ સુધી આ ડ્રાઇવનું આયોજન કરાયું છે. કોરોના મહામારી વખતે લોકોએ કરવાના શરૂ કર્યા અને લોકોએ હેલ્મેટ પહેરવાનું ભુલાઈ ગયું, જેના કારણે આ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી રોડ ઉપર થતા અકસ્માતોમાં વધારો થયો છે જેના કારણે આ ડ્રાઇવ શરૂ કરવામાં આવી અને અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં યોજાશે.

તો પકડાયેલા વાહનચાલકોને એવું માનવું છે કે, પોલીસ અને સરકારે આ પ્રકારની જાહેરાત કરવી જોઈએ. ટુ-વ્હીલર ઉપર 100 મીટર 200 મીટરના અંતરે જતા લોકોની પાસેથી દંડ વસૂલવામાં આવે છે. પરંતુ કારમાં બેઠેલા લોકો સામે પોલીસ કાર્યવાહી નથી કરતી અને માસ્ક વગર કારમાં બેઠેલા લોકો દેખાય છે પરંતુ તે લોકોને પકડવામાં આવતા નથી. માત્ર ને માત્ર ટુ-વ્હીલર ચાલકો પાસેથી 500 રૂપિયા દંડ વસૂલાયો છે. પાંચસો રૂપિયા તે સામાન્ય પ્રજા માટે ખૂબ જ વધુ છે તે ઓછો કરી અને દંડની રકમ ઘટાડો કરવો જોઇએ તેવું વાહન ચાલકો માની રહ્યા છે. તો બીજી તરફ તેની તમારે જે લોકો પકડાયા હતા એ લોકોએ અનેક બહાના પણ કર્યા હોવાનું સામે આવ્યું છે. કેટલાક લોકો ઘરેથી જ હજુ હાલ નીકળ્યો છું અને તેના કારણે હેલ્મેટ ભુલાઈ ગયું છે તેવા અવનવા બહાના કરતાં પણ જોવા મળ્યા હતા.

જ્યારે પોલીસે વાહન ચાલકોને પકડ્યા ત્યારે અનેક એવા લોકો હતા, જે લોકો પાસે રોકડા રૂપિયા ન હતા તેમ છતાં પોલીસે લોકોને જવા ન દીધા. ડિજિટલ પેમેન્ટ બાકી પણ એ લોકો પાસે દંડ વસુલ કર્યો હતો. તો કેટલાક લોકો માથાનો દુખાવો હોવાથી હેલ્મેટ નથી પહેર્યું તો કેટલાકે એવું પણ નાટક કર્યું હતું કે, મારા માથાની સાઇઝનું હેલ્મેટ બજારમાં મળતું નથી. જોકે કેટલાક નમૂનાઓ એવા પણ શહેરમાં જોવા મળ્યા જે ટ્રાફિક પોલીસને જોઇ યૂટર્ન મારી રવાના થઇ ગયા હતા. ત્યારે આગામી સમયમાં હવે સામાન્ય પ્રજા માટે બોજો વધી ગયો એવું માનવામાં આવી રહ્યું છે અને લોકોએ પણ નિયમો પાળવા જોઈએ તેવી સંદેશ ન્યુઝ અપીલ કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.