GUJARAT

ગુજરાતનાં અસંખ્ય યુવાનોનો સર્વાંગી વિકાસ કરનાર ડી એસ ઓ ડૉ અરુણ ભલાણી

સિંહ જેવો બાહોશ વ્યક્તિ કોરોથી અલવિદા:

ડૉ અરુણ ભલાણીએ એક કાર્યકમમાં મને વ્યક્તિગત કહ્યુ હતુ કે જીવનમાં આગળ વધવુ હોય તો સંબંધ બનાવો અને સત્યને વળગી રહો: મહેન્દ્ર પરમાર ગોધરા ટ્રેકર ( 2009)

ગુજરાતનું રમત ગમત લોક કલા અને સાહિત્ય જગત શોક મગ્ન

ગુજરાત રાજ્યમાં યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગનાં રાજ્ય યુવક બોર્ડના રમત ગમત કચેરીમાં રમત ગમત અધિકારી તરીકે ફરજ બજાવતા ખૂબ બાહોશ અધિકારી સૌરાષ્ટ્રના અમરેલીના ડૉ અરુણભાઈ જે ભલાણી કોરોના સામેના જંગમાં અંતિમ શ્વાસ લીધાના સમાચારથી સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના યુવાન યુવતીઓ, કલાકારો, રમત વીરો, શિક્ષકો અને સાહિત્ય સર્જકોમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે . ખૂબ કડક શિસ્તના આગ્રહી અને એટલા જ અંદરથી ભોળુ હૃદય ધરાવતા આ અધિકારી વડે અનેક યુવાન યુવતીઓ આગળ આવ્યા છે. તેમણે યોજેલ ગુજરાતના સાગરકાંઠા પરિભ્રમણ, વનપરિભ્રમણ તેમજ વિવિધ રમત ગમતની સ્પર્ધાઓ તથા સરકારી તમામ કાર્યક્રમોમાં પ્રથમ નંબરના ડી એસ ઓ તરીકે ઉભરી આવતાં હતા. તેઓ ભાવનગરના યશવંતરાય નાટ્યગ્રૂહના પૂર્વ મેનેજર તરીકે તેમજ મોહિની ગ્રૂપના સદસ્ય તરીકે પણ ખૂબ વિખ્યાત હતા. તેમનો સંબંધ નાનામાં નાના વ્યક્તિથી લઇ ટોચના લોકો સાથે પણ આત્મીય રહ્યો હતો. એક ખૂબ લાગણી શીલ અને નારિયેળ જેવા સ્વભાવ ધરાવતા આ ઓફિસરની ભલે સ્થૂળરૂપે અલવિદા થઈ પણ સૂક્ષ્મરૂપે તેમની કામગીરી અને સંભારણા આજીવન જીવતા રહેશે. તેઓએ ખાસ કરીને અમરેલી, ભાવનગર, કચ્છ અને ડાંગ જિલ્લામાં પોતાની સેવાઓ ખૂબ નિષ્ઠાથી બજાવી હતી. બે થી ત્રણ વખત સરકાર દ્વારા આયોજિત સાગરકાંઠાના કાર્યક્રમમાં સતત ખૂબ દિવસ એમની સાથે રહેવા મળ્યુ એવા ગોધરાના એક શિક્ષક અને ટ્રેકર મહેન્દ્ર કુમાર પરમારે અમારી સંવાદદાતા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે પ્રથમ તેમણે ખૂબ કડક શિસ્ત અને કડક સ્વભાવ જોઈ મને ખૂબ ડર લાગ્યો પણ પછી એમને નજીકથી અનુભવ્યા ત્યારે નારિયેળ જેવા હતા. મારા સાહિત્ય સર્જન માટે તેમના આશીર્વાદ હતા…તેમણે દીવ ખાતે ના એક નાઇટ ફંક્શનમાં મારી કવિતાઓ અને ભવિષ્યમાં પુસ્તક કરો ત્યારે હુ વિમોચન કરીશ એમ જણાવ્યુ હતુ . આવા અધિકારી નો જોટો ક્યાંય નહીં જડે.. આવા બાહોશ નિડર,ઝાબઝ અને હમેશાં આગવી ટોપીમાં શોભતા સ્પોર્ટ ઓફિસરને આખુ ગુજરાત ખૂબ આદર પૂર્વક સલામ કરી રહ્યુ છે.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.