ડાકોર નગરના મુખ્ય બજાર તમામ પ્રકારના વ્યવસાય કરતા વેપારીઓ નમ્ર અરજ છે કે જ્યારથી કોરોના (કોવીડ-૧૯) ની મહામારી ફેલાઈ છે ત્યારથી અમો વેપારીઓના વેપાર ધંધા ઠપ થઇ ગયેલ છે. અને હવે જ્યારે લોકડાઉન ખુલ્યુ છે. અમે ધીમે ધીમે ડાકોરમાં યાત્રાળુઓ આવતા થયા છે.
ત્યારે પ્રાંત સાહેબ શ્રી તથા પી.એસ.આઇ શ્રી દ્વારા ડાકોર બજાર જાળીઓ મારીને બંધ રાખવામાં આવે છે. જેને કારણે યાત્રાળુઓ કોઇપણ પ્રકારની ખરીદી કરી શકતા નથી અને બીજી બાબત કે ડાકોર ટેમ્પલ કમિટી તથા પ્રાંત સાહેબશ્રી દ્વારા એકમાત્ર ડાકોર યાત્રાધામ માં જ ઓનલાઈન રજીસ્ટ્રેશન દ્વારા જ યાત્રાળુઓની પ્રવેશ આપે છે. તેને લઈને તમામ યાત્રાળુઓમાં ખુબ નારાજગી પ્રવર્તે છે.
અને મોટાભાગના દર્શનાર્થીઓ દર્શન કર્યા વગર પરત જાય છે જે આ યાત્રાધામની ગરિમા માટે પણ લાંછનરૂપ છે. આ બાબતે આપશ્રી યોગ્ય હુકમ કરી વેપારી તથા યાત્રાળુઓને યોગ્ય સગવડ મળે તે કરવા નમ્ર ભરી વિનંતી છે.