India

બ્રિટન માં કોરોના ના નવા સ્ટ્રેન ના કારણે ભારત માં પણ બ્રિટનથી આવનારી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ.

બ્રિટન માં કોરોના ના નવા સ્ટ્રેન મળવાથી હાહાકાર મચી ગયો છે. આ કારણે અનેક યૂરોપીય દેશોએ આવન-જાવન પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ક્રમમાં ભારત સરકારે પણ બ્રિટનથી આવનારી ફ્લાઇટ્સ (Flights0 પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ (Ban) લગાવી દીધો છે. ફ્લાઇટ્સ પર પ્રતિબંધનો સમય આજે રાત્રે 12 વાગ્યાથી શરૂ થશે.

બ્રિટનમાં વર્તમાન સ્થિતિને જોતા ભારત સરકારે નિર્ણય લીધો

ભારત સરકાર તરફથી ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે કે બ્રિટનમાં વર્તમાન સ્થિતિને જોતા ભારત સરકારે નિર્ણય લીધો છે કે 31 ડિસેમ્બર 2020 સુધી બ્રિટનથી ભારત આવનારી તમામ ઉડાનોને રદ્દ કરી દેવામાં આવે. આ પ્રતિબંધ આજે રાત્રે 12 વાગ્યાથી શરૂ થશે. આ પહેલા આવનારા લોકો માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. ફ્લાઇટ પર પ્રતિબંધ મુકવાની માંગ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કરી હતી.

કેજરીવાલ અને અશોક ગેહલોતે ફ્લાઇટ્સ રોકવાની કરી હતી માંગ

કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું હતુ કે, ‘યૂનાઇટેડ કિંગડમમાં કોરોનાના નવા સ્ટ્રેનથી હાહાકાર છે અને તે સુપર સ્પ્રેડરની માફક કામ કરી રહ્યો છે. આવામાં ભારત સરકારને યૂકેની તમામ ફ્લાઇટ રોકી દેવી જોઇએ.’ તો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, ‘યૂનાઇટેડ કિંગડમમાં કોરાનાની નવી સ્ટ્રેનની ખબર ચિંતાજનક છે. ભારત સરકારને આ મામલે તરત એક્શન લેવી જોઇએ અને UK, અન્ય યૂરોપીયન દેશોથી આવનારી ફ્લાઇટ તરત બેન કરવી જોઇએ.’

અનેક દેશોએ ફ્લાઇટ્સ પર મુક્યો પ્રતિબંધ

બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન VUI-202012/01 મળ્યો છે, ત્યારબાદ વિજ્ઞાન જગતમાં હલચલ તેજ છે. બ્રિટને પણ પોતાના ત્યાં સખ્ત લોકડાઉન લગાવ્યું છે, જ્યારે ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ સહિત યૂરોપના અનેક દેશોએ યૂકેની ફ્લાઇટ પર જ પ્રતિબંધ લગાવી દીધો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી કોરોનાના આ નવા સ્ટ્રેન પર અધ્યયન કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, અત્યારથી આને લઇને પેનિક ના ફેલાવવું જોઇએ. આપણા વૈજ્ઞાનિકો આના પર નજર રાખી રહ્યા છે, પરંતુ પૈનિક ફેલાવાની જરૂર નથી. સોમવારના નિર્માણ ભવનમાં જોઇન્ટ મૉનિટરિંગ ગ્રુપની બેઠક થઈ રહી છે, જે આ નવા સ્ટ્રેન પર ચર્ચા કરશે અને તૈયારીઓ જોશે.

Leave a Reply

Your email address will not be published.