Home South-Gujarat કોરોનાનાં સંક્રમણને કારણે ડાંગ જિલ્લામાં 50% જ બસો દોડાવામાં આવી રહી છે..

કોરોનાનાં સંક્રમણને કારણે ડાંગ જિલ્લામાં 50% જ બસો દોડાવામાં આવી રહી છે..

42
0

ડાંગ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા વલસાડ એસટી નિગમ આહવા બસ ડેપો દ્વારા હાલ ડાંગ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં 50% જ બસો દોડાવવામાં આવી રહી છે.કોરોના સંક્રમણને કારણે મુસાફરો પણ હવે મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે..
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં કોરોના સંક્રમણનો ફેલાવો થતા મુખ્ય વહીવટી મથક આહવા બસ ડેપો દ્વારા હવે 50% બસો ચાલુ રાખવામાં આવી છે. રાજ્ય સહિત જિલ્લાઓમાં કોરોના વકરી રહ્યો છે.હાલમાં કોરોનાની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનો વિસ્ફોટક રીતના વધારો થઈ રહ્યો છે.જેમાં ડાંગનાં આહવા ખાતે કોરોનાનાં સૌથી વધુ કેસો નોંધાયા છે. હાલમાં ડાંગ જિલ્લામાં કોરોનાનાં કેસોમાં વધારો થતા,આહવા,વઘઇ,સાપુતારા,સુબિર અને શામગહાન ખાતે બપોરે બે વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખી લોકો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન પાળવામાં આવી રહ્યુ છે.ડાંગ જિલ્લામાં બપોરનાં 2 વાગ્યા બાદ બંધની હાલત જોવા મળી રહી છે.તદુપરાંત શાળા કોલેજ તેમજ સરકારી ઓફિસોમાં મર્યાદિત સ્ટાફનાં કારણે બંધ જેવી હાલત હોઈ લોકો મુસાફરી કરવાનું ટાળી રહ્યાં છે.ડાંગ જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ બસોમાં ભીડ જમા ન થાય તે માટે અમુક બસોનો રૂટ લંબાવવામાં આવ્યો હતો.પરંતુ હાલ ઠેરઠેર બંધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે.અને લોકો નહિવત સમાન બસોમાં મુસાફરી કરી રહ્યા છે.જેથી વલસાડ એસટી નિગમના આહવા ડેપો દ્વારા જિલ્લામાં તમામ રૂટોની બસોમાં 50% નો ઘટાડો કરી દેવામાં આવ્યો છે.જે રૂટ ઉપર દિવસમાં 4 બસો ફેરા મારતી હતી ત્યાં હવે 2 જ બસો લોકોની આવશ્યક સેવા મુજબ ચાલુ રાખવામાં આવી છે.ડાંગથી મહારાષ્ટ્ર રાજ્ય સુધી જતી લોકલ બસોને હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે.આ બાબતે
આહવા બસ ડેપો મેનેજર જગદીશભાઈ ગાવીતે જણાવ્યુ હતુ કે કોરોનાનાં સંક્રમણને ધ્યાને લઇ બસમાં તમામ મુસાફરોનું સ્ક્રીનિગ,હેન્ડ સેનિટાઇઝર તેમજ સોસીયલ ડિસ્ટનસિંગનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.મર્યાદિત મુસાફરોને બસમાં બેસાડવામાં આવે છે.હાલ કોરોનાનાં કેસોમાં વધારો થતા લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.ત્યારે જરૂરિયાત મુજબ એસટી બસ સેવા ચાલુ રાખવામાં આવી છે. પરંતુ 2 વાગ્યાં બાદ મુખ્ય મથક આહવાથી નહિવત સમાન મુસાફરો હોવાથી અમુક રૂટ બંધ કરવામાં આવ્યાં છે.તેમજ પરિસ્થિતિ અને મુસાફરોને ધ્યાનમાં રાખી જિલ્લામાં 50% બસો હાલ ચાલુ રાખવામાં આવેલ છે…


Previous articleડાંગ જિલ્લામાં આજ રોજ વધુ 11 પોઝિટિવ કેસો સામે આવ્યા.
Next articleડાંગ જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here