Home India ધારાપુરમ ખાતેની રેલી દરમ્યાન રાહુલ ગાંધીએ જણાવ્યું કે, અમે કોઇને પણ ભારતના...

ધારાપુરમ ખાતેની રેલી દરમ્યાન રાહુલ ગાંધીએ જણાવ્યું કે, અમે કોઇને પણ ભારતના મૂળિયા નષ્ટ કરવા નહીં દઇએ.

9
0

કોંગ્રેસ ના પૂર્વ અધ્યક્ષ અને ટોચના નેતા રાહુલ ગાંધી એ તામિલનાડુ ના પ્રવાસ દરમ્યાન ભાજપ (BJP) અને તેની નેતાગીરી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. ધારાપુરમ ખાતેની રેલી દરમ્યાન રાહુલ ગાંધીએ જણાવ્યું કે, અમે કોઇને પણ ભારત ના મૂળિયા નષ્ટ કરવા નહીં દઇએ.
બીજી તરફ તેમણે એમ પણ જણાવ્યું કે કેટલાંક લોકોથી નથી સમજી શકતા કે તામિલનાડુનું ભવિષ્ય તમિલ લોકો જ નક્કી કરી શકે છે. નાગપુરના નિકરવાળા કયારેય રાજ્યનું ભવિષ્ય નક્કી કરી શકે નહીં. ઉલ્લેખનીય છે કે આગામી ત્રણ મહિનામાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાહુલ ગાંધી હાલમાં ત્રણ દિવસના પ્રવાસે તામિલનાડુ આવ્યા છે.
બીજા દિવસે તેમણે ઘણી રેલીઓ કરી હતી અને ભાજપના નેતાઓ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. આ પહેલાં તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દેશના ગરીબો, મજૂરો, ખેડૂતો માટે નથી પણ છ-સાત ઉદ્યોગપતિઓ માટે જ છે. દેશના લોકો જોઇ રહ્યા છે કે ચીન કેવી રીતે ભારતની જમીન ઉપર કબજો જમાવી રહ્યો છે.

Previous articleહવામાન વિભાગે કચ્છ જિલ્લામાં કોલ્ડવેવની આગાહી કરી.
Next articleદેશનો દરેક મતદાર પોતાનું ઓળખકાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here