GUJARAT

હળવદમાં કોરોના મહામારી સમયમાં અનેક દાતાઓ પોતાની સેવા થકી સુગંધ ફેલાવી રહ્યા છે

દાતાઓની દિલેરીને વંદન

હળવદ શહેરમાં હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી ના સમયમાં હળવદના અનેક સેવાભાવી સંસ્થાઓ લોકો પોતપોતાની અનોખી રીતે સેવા થકી સમાજમાં સુગંધ ફેલાવી રહ્યા છે. ત્યારે હળવદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા નારીયેળ. મોસંબી. સંતરા. પાઈનેપલ. દાડમ. જેવા ફ્રુટનું રાહત દરે વિતરણ કરી લોકોને અનોખી સેવા કરી રહ્યા છે.

કોરોનાના કપરા સમયે રોજ દાતાઓ આગળ આવી રહ્યા છે. ત્યારે હળવદમાં ચાલતા તમામ કોવિડ સેન્ટર પર દર્દીઓ અને દર્દીઓના સગાઓને વિનામૂલ્યે યશ માર્કેટિંગ દાવત સોડા તરફથી ફ્રી માં દાવત મિનરલ વોટર ની બોટલ દર્દીઓને અને સગાવ્હાલાઓને આપવામાં આવી રહી છે. જે કોઈને જરૂરિયાત હોય તે યસ માર્કેટિંગ ને કોલ કરીને જણાવી શકે છે.

તાત્કાલિક વિનામૂલ્યે દાવત મિનરલ વોટરની બોટલ પહોંચતી કરવામાં આવશે. આ પણ એક અમૂલ્ય સેવા છે. જ્યારે દરબાર ફળી યુવક મંડળના યુવાનો દ્વારા કોવિડ સેન્ટરમાં ભરતી થયેલા દર્દીઓના સગા વ્હાલાઓને રોજ રાત્રે ચા-પાણીની સુંદર સેવા પુરી પાડી રહ્યા છે. જ્યારે બીજી બાજુએ હળવદ પાટીદાર સમાજ દ્વારા ૨૫ બેડ ઓક્સિજનના વાળા ચાલુ કરીને સર્વ સમાજના લોકોને વિનામૂલ્યે પોતાનું યોગદાન પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઇ પટેલ ના માર્ગદર્શન નીચે ૨૪ કલાક પાટીદાર સમાજના યુવાનો પોતાની સેવા નિઃસ્વાર્થ ભાવે બજાવી રહ્યા છે. બીજી બાજુએ ઝાલાવાડી સુન્ની મુસ્લિમ ઘાંચી જમાતખાના ખાતે ઝાલાવાડી ઘાંચી યુવા કમિટિ દ્વારા ૨૦ કોવિડ બેડ ચાલુ કરીને તમામ સમાજના લોકોને પોતાની સેવા બજાવી રહ્યા છે .રોટરી ક્લબ ઓફ હળવદ સહિત ની સંસ્થાઓ. સામાજિક કાર્યકરો સેવા કરી હયા છે.ત્યારે કોરોના પરિસ્થિતિમાં જે સંસ્થાઓ સામાજિક કાર્યકરો પોતાની સેવા બજાવી રહ્યા છે તેઓની દિલેરી ને વંદન.

મયુર રાવલ હળવદ

Leave a Reply

Your email address will not be published.