ફેસ્ટિવ સિઝન સેલ (Festive Season Sale) દરમિયાન ઈ કોમર્સ કંપની ફ્લિપકાર્ટ (Flipkart) અને એમેઝોન (Amazon)એ દેશભરમાં 1.5 કરોડ સ્માર્ટફોનનું વેચાણ કર્યું હોવાનું અનુમાન છે. બજારના આંકડા એકત્રી કરતી કપંનીએ પોતાના રિપોર્ટમાં આ વાત કરી છે. અને ઓક્ટોબર -ડિસેમેબરના વેચાણ રતાં 36 ટકા વધારે છે. ફ્લિપકાર્ટે પોતાનો ફેસ્ટિવ સેલ 16-21 ઓક્ટોબર સુધી ચાલ્યો હતો. તો એમેઝોનનો ફેસ્ટિવ સેલની શરૂઆત 17 ઓક્ટોબરથી થઈશે કે જે એક મહિના સુધી ચાલશે.
રિપોર્ટમાં દાવો કરાયો છે કે, 2020માં દેશમાં કુલ 12.8 કરોડ સ્માર્ટફોન વેચવાનું અનુમાન છે. તેમાં ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં કુલ 4.1 કરોડ સ્માર્ટફોનના વેચાણની આશા છે. ફ્લિપકાર્ટે કહ્યું કે, ફેસ્ટિવ સેલ દરમિયાન તેને પ્રતિ સેકન્ડ 110 ઓર્ડર પ્રાપ્ત થયા હતા. આ ઓર્ડર મોબાઈલ ફોન, ફેશન અને ફર્નિચર સહિન અનેક શ્રેણીઓમાં સામેલ છે.
Amazon, Flipkart, Snapdeal અને Myntra જેવી ઈ-કોમર્સ કંપનીઓએ 16થી 20 ઓક્ટોબર સુધી ફેસ્ટિવ સિઝન સેલ શરૂ કર્યો હતો. આ દરમિયાન ગ્રાહકોએ 22 હજાર કરોડ રૂપિયાની ખરીદી કરી છે. 2018ના ફેસ્ટિવ સેલમાં 15.4 હજાર કરોડ અને 2019માં 19 હજાર કરોડ રૂપિયાનું વેચાણ થયું હતું. લોકડાઉનને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે. પણ ઓનલાઈન માર્કેટમાં કોરોનાને કારણે ધરખમ ઉછાળો આવ્યો છે.