Home Gujarat આખા ગુજરાતમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા, 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવતાં લોકોમાં ફફડાટ

આખા ગુજરાતમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા, 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવતાં લોકોમાં ફફડાટ

51
0

અમદાવાદમાં હાલ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યો છે. તેવામાં અમદાવાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બિલ્ડીંગો હલવા લાગતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. અને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. મોરબીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમદાવાદની ધરા ધ્રૂજતાં લોકોમાં 2001ની યાદો થઈ ગઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છનાં ભચાઉ નજીક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં રાત્રે 8.13 કલાકે અમદાવાદ, રાજકોટ, મોરબી, અરવલ્લી, જામનગર, બનાસકાંઠા અને સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમદાવાદમાં ભૂકંપના આંચકા આવતાં જ કોરોના સમયમાં પણ લોકો ફ્લેટ અને બિલ્ડિંગોની નીચે દોડી આવ્યા હતા. ભૂકંપનાં આંચકા અંદાજ 4 સેકન્ડ સુધી અનુભવાયા હતા.
ભૂકંપનાં આંચકા આવતાં જ સમગ્ર ગુજરાતમાં લોકો રોડ પર દોડી આવ્યા હતા. અને ખુલ્લા મેદાનમાં આવીને ઉભા રહી ગયા હતા. 2020ના આ વર્ષમાં લોકોએ ખરાબમાં ખરાબ અનુભવો થઈ રહ્યા હોવાની પણ ચર્ચા ઉપડી હતી.


Previous articleરાજ્યમાં આજે પણ કોરોનાનાં 511 કેસ નોંધાયા, 29 દર્દીનાં મોત-442 દર્દીઓ
Next articleઆજે ધોરણ.12 સામાન્ય પ્રવાહનું 76.29 ટકા પરિણામ જાહેર, છેલ્લા આઠ વર્ષમાં સૌથી ઉંચુ રિઝલ્ટ આવ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here