Home Kheda (Anand) બોરસદ તાલુકાના દહેમીમાં શિક્ષણ મંત્રીશ્રીએ ભાર્ગવા પંચકર્મ આર્યુવેદ થેરાપી રિસોર્ટ પ્રારંભ કરાવ્યો

બોરસદ તાલુકાના દહેમીમાં શિક્ષણ મંત્રીશ્રીએ ભાર્ગવા પંચકર્મ આર્યુવેદ થેરાપી રિસોર્ટ પ્રારંભ કરાવ્યો

13
0

ભારતીય સંસ્કૃતિની પ્રાચીન યોગ અને આર્યુવેદિક ચિકિત્સા પધ્ધતિની વૈશ્વિક સ્તરે વિશ્વસનીયતા ઉભી થઇ છે. શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
મંત્રીશ્રીના હસ્તે હેલ્થી હેબિટ્સ પુસ્તિકાનું વિમોચન

શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન યોગ અને આર્યુવેદિક ચિકિત્સા પધ્ધતિની
વૈશ્વિક સ્તરે વિશ્વસનીયતા ઉભી થઇ છે.સમગ્ર માનવજાત માટે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે આ પદ્ધતિ ખૂબ જ ઉપકારક સાબિત થઈ છે.
બોરસદ તાલુકાના દહેમી ખાતે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાર્ગવા પંચકર્મ આર્યુવેદ થેરાપી રિસોર્ટનો પ્રારંભ કરાવ્યો હતો.મંત્રીશ્રીએ આર્યુવેદ હોસ્પિટલ પરિસરની મુલાકાત પણ લીધી હતી.મંત્રીશ્રીના હસ્તે હેલ્થી હેબિટ્સ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે એલોપેથી, હોમીઓપેથી,આર્યુવેદની સારવાર પધ્ધતિ અલગ અલગ રીતે યોગ્ય છે,ત્યારે આપની પ્રાચીનતમ ચિકિત્સા પધ્ધતિઓનો વ્યાપ વધતા તેને વૈશ્વિક સ્વીકૃતિ મળી છે.



આધુનિક અને સ્પર્ધાના યુગમાં માનવીની જીવનશૈલી બદલાઈ છે ,ત્યારે માનવ જાતને સ્વસ્થ રહેવા માટેનો માર્ગ ભારતની પ્રાચીન ચિકિત્સા પધ્ધતિઓમાંથી મળે છે તેમ જણાવતાં તેમણે ઉમેર્યું કે ભારતીય સંસ્કૃતિની દેન એવા યોગને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે અને દર વર્ષે ૨૧ મી જૂને છેલ્લા સાત વર્ષથી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
સંસ્થાના ચેરમેન શ્રી ભરતભાઈ પટેલે જણાવ્યું કે આ પંચકર્મ થેરાપી રિસોર્ટમાં ડાયટ અને યોગ થેરાપી દ્વારા દર્દીઓને આર્યુવેદિક સારવાર સાથે રહેવાની ઉત્તમ સુવિધા પુરી પાડવામાં આવશે.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી વિજયભાઈ દેસાની, સિન્ડિકેટ સભ્ય અનીરુધસિંહે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
પ્રારંભમાં કોલેજના આચાર્ય શ્રી સ્વપ્નિલ પાડતેએ સ્વાગત પ્રવચન કર્યું હતું.અંતમાં અભય કાનાબારે આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે પક્ષ અગ્રણી શ્રી વિપુલભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર આર.ડી.પટેલ, જશુભા સોલંકી,કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.


Previous articleછેલ્લા સાડા ત્રણ વર્ષથી દહેજ પો.સ્ટે.ના ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ
Next articleમારા પશુ ને કડી એજ મારી સાચી મુડી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here