Corona-live

ડાંગ જિલ્લામા આઠ દર્દીઓને રજા અપાઈ : ફરી કોરોનાને લઈને એક વ્યક્તિનું મૃત્યુ થયું

નવા એકવીસ કેસ સાથે કુલ કેસ ૩૯૨ : એક્ટિવ કેસ ૭૧ :

ડાંગ જિલ્લામા આજે એકવીસ નવા કેસ નોંધાયા છે. જેની સામે આઠ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે.

ડાંગના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આ સાથે જિલ્લામા કુલ ૩૯૨ કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી ૩૨૧ દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે ૭૧ કેસો એક્ટિવ રહેવા પામ્યા છે

એક્ટિવ કેસો પૈકી ૨૩ દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા, અને ૪૮ દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે.જયારે કોરોનાને લઈને 70 વર્ષીય પુરૂષ રહે. કોદમાળ નું આજરોજ મૃત્યુ થયું હતું ડાંગ જિલ્લામાં મૃત્યુ આંક 16 ઉપર પહોંચ્યો છે.

“કોરોના સંક્રમણ” ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે ૬૬૫ વ્યક્તિઓને હોમ કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૮૧૪૪ વ્યક્તિઓના હોમ કવોરંટાઈન પૂર્ણ થયા છે.

જિલ્લામા આજની તારીખે કુલ ૬૭ કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમા ૨૧૪ ઘરોને આવરી લઈ ૮૯૪ વ્યક્તિઓને કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૬૭ બફર ઝોન (એક્ટિવ)મા ૪૧૬ ઘરોને સાંકળી લઈ ૧૭૫૩ લોકોને કવોરંટાઈન કરવામા આવ્યા છે.

ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે જિલ્લાભરમાંથી ૮૬ RT PCR અને ૭૯ એન્ટીજન ટેસ્ટ મળી કુલ ૧૬૫ સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી ૮૬ RT PCR ના રિપોર્ટ પેન્ડિંગ રહેવા પામ્યા છે.

આજે આવેલા પોઝેટિવ કેસોની વિગતો જોઈએ તો ૮ કેસ વઘઇ ખાતે, ૨ આહવા, ૨ કાલીબેલ, ૨ સોડમાળ, તથા વાનરચોન્ડ, સુબિર, ટેકપાડા, માછળી, ખોખરી, ભવાનદગડ, અને સરવાર ગામે એક એક પોઝેટિવ કેસ નોંધાવા પામ્યા છે.

શેખર ખેરનાર ડાંગ

Leave a Reply

Your email address will not be published.