Business

ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લાના માલિક એલોન મસ્ક હવે વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ બની ગયા.

ટેસ્લાના સીઈઓ એલન મસ્ક એમેઝોનના જેફ બેઝોસને પાછળ રાખી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. એલન મસ્કની નેટવર્થ 188 અબજ યુએસ ડોલર વટાવી ગયા છે, જે અમેઝોનના સ્થાપક જેફ બેઝોસની 187 અબજ ડોલરની નેટવર્થ કરતાં એક અબજ ડોલર વધારે છે. ટેસ્લાના શેરના ભાવમાં સતત વધારાને કારણે આવું બન્યું છે.

ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લાના માલિક એલોન મસ્ક (elon musk)હવે વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. બ્લૂમબર્ગે (Bloomberg)જાહેર કરેલી અબજોપતિઓની (Bloomberg Billionaires Index)યાદીમાં, એમેઝોનના (Amazon) માલિક જેફ બેઝોસ (jeff bezos)પાછળ રહી ગયા છે. આ યાદીમાં 500 અબજોપતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. બેઝોસ 2017 થી સૌથી ધનિક વ્યક્તિ હતા.

આ સિદ્ધિ હાંસલ કર્યા પછી, મસ્કએ તેની શૈલીમાં પ્રતિક્રિયા આપી. એક ટ્વિટર યુઝરને જવાબ આપતા તેમણે ટિપ્પણી કરી, “કેટલી અજીબ વાત છે”. 2020 કદાચ દુનિયા માટે એક ખરાબ સપના સમાન રહ્યું, પરંતુ એલન મસ્ક માટે, છેલ્લા 12 મહિના શાનદાર રહ્યા.

આશરે 27 અબજ યુએસ ડૉલરની કિંમતથી 2020 ની શરૂઆતમાં, મસ્કને તેની સંપત્તિમાં 150 અબજ ડૉલરનો વધારો જોવા મળ્યો, જે તેમના માટે ઝડપી નાણાકીય પરિવર્તનનો સંકેત છે. આ સંભવત ઇતિહાસમાં સંપત્તિ નિર્માણની સૌથી ઝડપી ગતિ કહેલાય. ટેસ્લાનો આમાં સૌથી મોટો ફાળો છે.

દક્ષિણ આફ્રિકામાં જન્મેલા એન્જિનિયરને ટેસ્લાના શેરમાં મજબૂત વિશ્વાસનો લાભ મળ્યો. આ ઉપરાંત મસ્ક પાસે સ્પેસ-એક્સમાં મોટો હિસ્સો છે, જે લગભગ 15 અબજ યુ.એસ. બિલિયન ડૉલર છે.આ પરિવર્તન પાછળ જેફ બેઝોસના છૂટાછેડા પણ એક પરિબળ છે.

જો બેઝોસના છુટાછેડા ન થયા હોતો તે આજે પણ દુનિયાના સૌથી અમીર શખ્સ હોત. બેઝોસના છુટાછેડા બાદ બેઝોસની સંપત્તિ ઓછી થઇ કેમકે તેણે પૂર્વ પત્નીને મોટો ભાગ આપવો પડ્યો હતો. આ સિવાય તેમણે દાન પણ ખુબ કર્યુ. ગયા વર્ષે નવેમ્બરમાં તેમણે 68 કરોડનું દાન કર્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published.