Home Gujarat અ’વાદ ક્રાઈમના PSI શ્વેતા જાડેજા અને ACP વચ્ચે ઈલુ ઈલુનો ઘટસ્ફોટ? ફોનની...

અ’વાદ ક્રાઈમના PSI શ્વેતા જાડેજા અને ACP વચ્ચે ઈલુ ઈલુનો ઘટસ્ફોટ? ફોનની કોલ ડિટેલ્સમાં મોટો ધડાકો

3
0

દુષ્કર્મની ફરિયાદ મામલે રૂ. ૨૦ લાખની લાંચ લેવાના કેસમાં હાલ જેલવાસ ભોગવતા પીએસઆઈ શ્વેતા જાડેજાની તપાસમાં એક એવું રસપ્રદ પાસું બહાર આવ્યું છે જે શ્વેતા અને એક એજન્સીના એસીપી વચ્ચે પરસ્પર રોમેન્ટિક સંબંધો કેળવાયા હોય તેના તરફ સ્પષ્ટ ઈશારો થઈ રહ્યો છે. કોલ ડીટેલ્સમાં પીએસઆઈ શ્વેતા એક એસીપી સાથે દિવસમાં અસામાન્ય રીતે અનેક વખત ફોન પર લાંબી વાતો કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
જો કે, આ એસીપી ગાંધીનગરમાં બેસતા એક આઇપીએસ અધિકારીના ખાસ હોવાથી અધિકારીઓ કંઈ કરી શક્યા નહિ. ભૂતકાળમાં પણ આ અધિકારી કોલ સેન્ટરના વિવાદમાં ખરડાયેલા હોવાની ચર્ચામાં આવેલા છે. જોકે કોલ ડીટેલસ અંગે ડીસીપીએ પૂછતા એસીપી ગુસ્સે ભરાયા અને જોઈ લેવાની શેખી મારતા ચર્ચાનો વિષય બન્યો છે.
જીએસપી ક્રોપનાં એમડી કેનલ શાહ સામે બે દુષ્કર્મની ફરિયાદ થઈ હતી. આરોપી કેનલને પાસા નહિ કરવા માટે પહેલા ૨૦ લાખ અને બાદમાં ૧૫ લાખ મળી કુલ ૩૫ લાખ કઢાવવાના પ્રકરણમાં ભ્રષ્ટાચારની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ શ્વેતા જાડેજા સામે નોંધાઇ હતી. તેમની ધરપકડ બાદ તપાસ હાથ ધરતા ૨૦ લાખ લીધા હોવાના પુરાવા પણ મળી ગયા છે જોકે હજુ સુધી રોકડ કબ્જે કરાઈ નથી.
તપાસ દરમિયાન શ્વેતાની ફોનની કોલ ડીટેલસ આવતા અધિકારીઓ ચોંકી ગયા હતાં. જોકે શ્વેતાની નોકરી લાંબી ન હોવા છતાં મહિલા પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ તરીકે આ એસીપીએ પોતાના નજીકના ગાંધીનગરમાં બિરાજતા આઇપીએસ અધિકારીના ઇશારે મુક્યા હોવાની ચર્ચા પોલીસ બેડામાં થઈ રહી છે. આ વગદાર આઇપીએસના એસીપી પર ચાર હાથ છે અને અગાઉ કોલ સેન્ટરમાં રંગીન મિજાજ ગુરુ ચેલા બંને ચર્ચામાં આવેલા છે.

Previous articleધોધમાર વરસાદ, પોલીસ વાન પલટી, પિસ્તોલ છીનવી ભાગ્યો વિકાસ દુબે અને પછી ખેલ ખત્મ
Next article‘તું ઇન્ડિયન…ઉતરી જા મારી બસમાંથી’, આવું કહી બસ ડ્રાઇવરે અભિનેત્રીને બસમાંથી ઉતારી મુકી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here