India

ESIC સાથે ઇમ્પેનલ્ડ હોય કે નોન ઇમ્પેનલ્ડ હોય તેવી કોઈપણ હોસ્પિટલમાં ઇમર્જન્સી સારવાર લઈ શકશે.

કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ના લાભાર્થીઓ ઇમર્જન્સીમાં નજીકની કોઈપણ હોસ્પિટલમાં સારવાર લઈ શકશે. ESIC સાથે ઇમ્પેનલ્ડ હોય કે નોન ઇમ્પેનલ્ડ હોય તેવી કોઈપણ હોસ્પિટલમાં ઇમર્જન્સી સારવાર લઈ શકશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘણા કિસ્સામાં કર્મચારીઓને અકસ્માત કે હાર્ટ એટેક જેવા કિસ્સામાં તાકીદે દાખલ કરવા પડે છે. આ સ્થિતિમાં રેફરલની જરૂર નહીં પડે અને સીધી તથા ઝડપી સારવાર શરૂ થઈ જશે. સામાન્ય સ્થિતિમાં સૌથી પહેલાં ESIC લાભાર્થીને કોઈપણ ESIC ડિસ્પેન્સરીમાં જઈને રેફરલ લેવો પડે છે. આ રેફરલ વગર તેને હોસ્પિટલમાં સારવાર મળતી નથી.

રેફરલની અનિવાર્યતા જ રદ

ટ્રેડ યુનિયનના કો-ઓર્ડિનેશન કમિટીના જનરલ સેક્રેટરી એસપી તિવારીએ જણાવ્યું કે, હાર્ટ એટેક જેવા કિસ્સામાં પહેલાં હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. આ દરમિયાન ESIC ડિસ્પેન્સરી જઈને રેફરલ લેવા સુધીની રાહ જોઈ શકાય નહીં. તેમાં મુશ્કેલી પણ પડે તેમ હતું. તેને ધ્યાનમાં રાખીને જ તાજેતરની બોર્ડ બેઠકમાં રેફરલની અનિવાર્યતાને જ રદ કરી દેવામાં આવી છે. હવે ESICના લાભાર્થીઓ ગમે તે ઇમર્જન્સીમાં ઇમ્પેનલ્ડ કે નોન ઇમ્પેનલ્ડ હોસ્પિટલમાં તાકીદે દાખલ થઈને સારવાર કરાવી શકશે.

ESIC લાભાર્થીઓ લાભાર્થીઓએ કેટલીક શરતોનું પાલન કરવું પડશે
ESICની ઇમ્પેનલ્ડ અને નોન ઇમ્પેનલ્ડ હોસ્પિટલમાં સારવાર લેવા માટે લાભાર્થીઓને કેટલીક બાબતોનું પાલન કરવું પડશે. ESICની ઇમ્પેનલ્ડ હોસ્પિટલમાં કર્મચારીની સારવાર કેશલેસ થશે. બીજી તરફ નોન ઇમ્પેનલ્ડ હોસ્પિટલમાં સારવાર કરાવવા દરમિયાન સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સર્વિસિઝ રેટ ઉપર રિએમ્બર્સમેન્ટ મળશે. નોન ઇમ્પેનલ્ડ હોસ્પિટલમાં ત્યારે જ સારવાર કરાવી શકાશે જ્યારે લાભાર્થીની આસપાસના ૧૦ કિ.મી.ના વિસ્તારમાં ક્યાંય ESICની ઇમ્પેનલ્ડ હોસ્પિટલ ન હોય.

ESIC જાતે જ હોસ્પિટલોનું સંચાલન કરશે

તિવારીએ વધુમાં જણાવ્યું કે ESICએ જે હોસ્પિટલો હેઠળ સર્વિસ આપવાનું નક્કી કર્યું છે તેનું સંચાલન પણ હવે ESIC જાતે જ કરશે. આ હોસ્પિટલોને હવે રાજ્યોની જવાબદારીઓ પર નહીં છોડવામાં આવે. સ્વાસ્થ્ય સેવાઓમાં ગુણવત્તા જાળવી રાખવા માટે ESICએ હોસ્પિટલોનું સંચાલન જાતે કરવાનો નિર્ણય કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.