Home India એક્ઝિટ પોલના પરિણામોથી પ્રોત્સાહિત કોંગ્રેસ ને હવે તેના ધારાસભ્યો તૂટવાનો ભય સતાવવા...

એક્ઝિટ પોલના પરિણામોથી પ્રોત્સાહિત કોંગ્રેસ ને હવે તેના ધારાસભ્યો તૂટવાનો ભય સતાવવા લાગ્યો છે.

82
0

બિહાર (Bihar)ની 243 વિધાનસભા બેઠકો માટે મતદાન (Voting) પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. 10 નવેમ્બરના રોજ ચૂંટણીના પરિણામો આવવાના છે. ચૂંટણી પહેલાં આવેલા એક્ઝિટ પોલ (Exit Poll)માં મુખ્યમંત્રી નીતીશ કુમાર (CM Nitish Kumar)ની વિદાય અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ની આગેવાની હેઠળના મહાગઠબંધનની સરકાર બનવાના સંકેત મળી રહ્યા છે. એક્ઝિટ પોલના પરિણામોથી પ્રોત્સાહિત કોંગ્રેસ (Congress)ને હવે તેના ધારાસભ્યો તૂટવાનો ભય સતાવવા લાગ્યો છે.
કોંગ્રેસ હવે એક્ટિવ મોડમાં આવી ગઈ છે. મતોની ગણતરી બાદ કોંગ્રેસે ધારાસભ્યોને એકજૂથ રાખવા માટે બે વરિષ્ઠ નેતાઓને પટના મોકલ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના મહાસચિવ અવિનાશ પાંડે અને રણદીપસિંહ સુરજેવાલાને પટના મોકલ્યા છે. ચૂંટણી પરિણામો જાહેર થયા બાદના સંજોગોમાં મેનેજમેન્ટની જવાબદારી આપીને આ બંને નેતાઓને મોકલવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર એક્ઝિટ પોલમાં સત્તારૂઢ જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) ના નેતૃત્વ હેઠળના સત્તારૂઢ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) વચ્ચે નજીકની લડતની આગાહી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં વિરોધી છાવણીમાંથી ધારાસભ્યોને ખરીદવા અને વેચવાના પ્રયાસો થઇ શકે છે. તેને જોતા બંને નેતાઓને પટના મોકલી દેવાયા છે. આ બંને નેતાઓ બિહારમાં રોકાશે અને ગઠબંધન સહયોગીઓની સાથે સમન્વય બનાવી રાખશે.
મહાગથબંધનમાં આરજેડીની સાથે કોંગ્રેસ અને ડાબેરી પક્ષોનો સમાવેશ થાય છે, જ્યારે એનડીએમાં જેડીયુ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ), જીતનરામ માંઝીની પાર્ટી હમ, મુકેશ સહનીની વિકાસશીલ ઇન્સાન પાર્ટી (વીઆઈપી) છે. જો લડત નજીક રહી અને એનડીએ બહુમતી માટે જરૂરી 122 બેઠકોના જાદુઈ આંકડાની નજીક પહોંચે છે, તો પછી વિરોધી પક્ષની છાવણીમાં પ્રવેશવાનો પ્રયાસ કરી શકે છે. આવી સ્થિતિમાં જે પક્ષો ઓછી બેઠકો જીતે છે તે વધુ સંવેદનશીલ બની જશે.
તેને જોતા કોંગ્રેસ પહેલેથી જ એલર્ટ થઇ ગઇ છે. કોંગ્રેસે પોતાના તમામ ઉમેદવારોને સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ જીતવાની સ્થિતિમાં વિજય સરઘસમાં સામેલ ના થાય અને પ્રમાણપત્ર મેળવી સીધા પટના આવી જાય. સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસની યોજના પોતાના તમામ ધારાસભ્યોને પટનાની એક હોટલમાં રાખવાની યોજના ધરાવે છે. ઉલ્લેખનીય છે કે જો પરિણામો એક્ઝિટ પોલના અંદાજો પ્રમાણે જ આવે છે તો મહાગઠબંધનની સરકાર રચાવાનું નક્કી મનાય છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here