Home Gujarat છોટાઉદેપુર જિલ્લામાં પોષણ માહ સપ્તાહની કરવામાં આવી રહેલી ઉત્સાહભેર ઉજવણી

છોટાઉદેપુર જિલ્લામાં પોષણ માહ સપ્તાહની કરવામાં આવી રહેલી ઉત્સાહભેર ઉજવણી

52
0

છોટાઉદેપુર: તા. ૧૯: સરકાર દ્વારા તા. ૧લી, સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન પોષણ માહ સપ્તાહની ઉજવણી કરવાનું નકકી કર્યું છે. જે અંતર્ગત સંકલિત બાળ વિકાસ યોજના છોટાઉદેપુર  દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં પણ પોષણ માહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.

પોષણ માહ સપ્તાહની ઉજવણી અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના સંકલિત બાળ વિકાસ યોજના વિભાગ દ્વારા બાળકોને જરૂરી પાંચ મુદ્દાઓ જેવા કે, જન્મના ૧૦૦૦ દિવસ, એનીમિયા નિય્ંત્રણ, હેન્ડવોશ અને સેનીટાઇઝેશન, ઝાડા નિયંત્રણ અને પૌષ્ટિક આહાર પર મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત દરેક તાલુકામાં વિવિધ જાતની પૌષ્ટિક વાનગી પ્રદર્શન, પોષણ રંગોળી, પોષણ તોરણ, પોષણ લેટરબોક્ષ, હેન્ડવોશ નિદર્શન સગર્ભા અને પ્રસૂતા સંભાળ, સ્તનપાનના ફાયદાઓ જેવા વિવિધ વિષયો સાથે પોષણ અંગે લોકજાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પ્રવર્તમાન સમયમાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાને લઇને કોવિડ-૧૯ની માર્ગદર્શિકા મુજબ સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ તથા આઇ.સી.ડી.એસ સ્ટાફ દ્વારા પોષણ શપથ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાલશક્તિ, પૂર્ણાશક્તિ અને માતૃશક્તિ ટેક હોમ રાશન તથા સ્થાનિક ખાદ્ય સામગ્રી  પદાર્થો સરગવાના પાન, તલ, મગફળી સહિતના આરોગ્યપ્રદ પોષક તત્ત્વોમાંથી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી.

પોષણ તોરણમાં પોષણને લગતા અલગ અલગ સંદેશાનું પેઇન્ટિંગ કરી આંગણવાડી કેન્દ્રો ખાતે કિશોરીઓએ બનાવેલા પોષણ તોરણ  ૧૬મી, સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ૬ માસથી ૬ વર્ષના અતિકુપોષિત બાળકોના ઘરે તેમજ જોખમી સસગર્ભા બહેનોના ઘરે જઇને પોષણ તોરણ વિતરણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વેબિનારના માધ્યમથી જોખમી સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓને પોષણ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. પાલક વાલી તેમજ અતિ કુપોષિત બાળકોના વાલીઓ સાથે વેબિનાર દ્વારા તેઓની સાથે ન્યુટ્રિશન પર ચર્ચા કરવામાં આવી હોવાનું સંકલિત બાળ વિકાસ યોજનાના પ્રોગ્રામ અધિકારી સુશ્રી ઉષાબેન ગજજર તરફથી જણાવાયું છે.


Previous articleધીરજ હોસ્પિટલ ખાતે ૧૦૦ પથારીના આઇસીયુ સહિત ૬૦૦ નિઃશુલ્ક પથારીઓ ધરાવતી સમર્પિત કોવિડ હોસ્પિટલની રચનાની શક્યતાઓ ચકાસવા બેઠક યોજાઈ..
Next articleમહીસાગર જિલ્લામાં વિજય રથના માધ્યમ થકી કોરોના અંગે લોકોને સાચી જાણકારી મળે અને જાગૃતતા કેળવાય તે માટેની અનોખી પહેલ ગ્રામ્યજનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here