Home Gujarat વડોદરાના કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરમાં કોરોના દર્દીઓની સાર સંભાળ

વડોદરાના કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરમાં કોરોના દર્દીઓની સાર સંભાળ

88
0

 ૫૦ બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું: સંતો દર્દીઓ સાથે સંવાદ સાધી દર્દીઓનું મનોબળ વધારી રહ્યા છે
હાલમાં ચાલી રહેલ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળધામની પ્રેરણાથી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરામાં કોરોના દર્દીઓની સારસંભાળ માટે ૫૦ બેડનું કોવીડ કેર સેન્ટર કાર્યરત કરાયું છે. કોરોના સામેની લડાઇમાં સરકારની સાથે ધાર્મિક સંસ્થાઓનો પણ સહયોગ મળી રહ્યો છે.
 રાજ્ય સરકારની મંજુરીથી ચાલતા કોવીડ આઈસોલેશન સેન્ટરમાં વડોદરાની પ્રસિધ્ધ જાહ્નવી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોની ટીમના સહયોગથી કોરોના દર્દીઓને અસરકારક અને સુદ્રઢ સારવાર મળી રહે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે.
શ્રીસ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરા ખાતે સંસ્થા દ્વારા  સંપૂર્ણ હવા ઉજાસ વાળા સુવિધા સંપન્ન બિલ્ડીંગમાં રહેવા જમવાની વ્યવસ્થા સાથે ૫૦ બેડની સુવિધા ઉભી કરવામાં
આવી છે. જેમાં વડોદરાની પ્રસિધ્ધ જાહ્નવી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દર્દીઓને સારવાર આપી રહી છે.
પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી તથા સંતો દ્વારા દર્દીઓને હૂંફ-બળ અને પ્રોત્સાહન પુરૂ પાડવા સાથે તેમની સાથે સંવાદ પણ સાધી રહ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here