South-Gujarat

માંડવી માં દરેક રસ્તા બંધ નગર માં પ્રવેશ માટે મુખ્ય રસ્તો ખુલ્લો

માંગરોલ, દેગડીયા — માંડવી સ્વૈચ્છીક બંધનાં પ્રથમ દિવસે પોલીસ દ્વારા ચેકીંગ અને પેટ્રોલિંગ હાથ ધરાયુ.

એક સપ્તાહ માટે સ્વયંભુ બંધનાં આદેશનાં સંદર્ભે પોલીસ અને આરોગ્ય વિભાગ એલર્ટ.

માંડવી નગરમાં કોરોના સંક્રમણ અટકાવવા નગરનાં તમામ વ્યાપારીઓ દ્વારા તા. ૧૫-૦૪-૨૦૨૧ થી તા. ૨૨-૦૪-૨૦૨૧ સુધી એક સપ્તાહ પોતાની દુકાનો સ્વૈચ્છીક બંધ રાખવા તેમજ નગરમાં અવર-જવર કરતા બહારનાં વ્યક્તિઓને નિયંત્રણમાં લાવવા માંડવી પ્રાંત અધિકારીને રાજુવાત કરાય હતી. જેના પ્રતિઉત્તર સ્વરૂપ પ્રાંત અધિકારી ડૉ. જનમ ઠાકોર, પાલિકા પ્રમુખ રેખાબેન વશી, પી.એસ.આઈ. દર્શન રાવ અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રાજુભાઇ ચૌધરી દ્વારા સંપૂર્ણ સહકાર આપવાની બાંહેધરી આપી હતી.
જેથી આજ રોજથી માંડવી પોલીસ દ્વારા નગરનાં તમામ પ્રવેશદ્વાર સીલ કરી દેવામાં આવેલ છે અને તોપ નાકા પાસેનો મુખ્ય પ્રવેશદ્વાર જ ચાલુ રાખવામાં આવેલ છે. જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિત વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ બહાર ગામથી આવતા વ્યક્તિઓનો ફરજિયાત કોરોના ટેસ્ટ કર્યા બાદ જ નગરમાં પ્રવેશ અપાય રહ્યો છે. અને જો કોઈ કોરોના ગ્રસ્ત વ્યક્તિ જણાય તો તેના રહેણાંક વિસ્તામાં આવતા પી.એચ.સી./ સી.એચ.સી. સેન્ટર પર જાણ કરી તેને હોમ કોરોન્ટાઈ કરવામાં આવશે. તદુપરાંત સંપૂર્ણ નગરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી પી.એસ.આઈ. દર્શન રાવ દ્વારા પોતાની ટીમ સાથે સતત પેટ્રોલિંગ કરી નગરમાં કોઈ ટોળુ ન થાય કે કામ વગર બહાર ન નીકળે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આમ માંડવી નગરને કોરોના સંક્રમણથી બચાવવા માટે આરોગ્ય વિભાગ, પી.એસ.આઈ. દર્શન રાવ, હોમગાર્ડ કમાન્ડો સતિષભાઈ કાયસ્થ (નાગરાજ) સહિત તમામ પોલીસ સ્ટાફ દ્વારા ખડે પગે સેવા અપાય રહી છે.
રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત

Leave a Reply

Your email address will not be published.