Home International ઈઝરાયેલમાં કોરોનાની વેક્સીન સફળ નિવડી હોવાના પુરાવા સામે આવ્યા.

ઈઝરાયેલમાં કોરોનાની વેક્સીન સફળ નિવડી હોવાના પુરાવા સામે આવ્યા.

171
0

કોરોના વાયરસને નાથવા અને તેનો ખાતમો બોલવવા માટે દુનિયાના કેટલાક દેશોએ પોતાની વેક્સીન લોંચ કરી છે. કેટલીક વેક્સીનની આડઅસરો જોવા મળી રહી છે ત્યારે ઈઝરાયેલે દુનિયાને ખુશ ખબરી આપી છે. ઈઝરાયેલમાં કોરોનાની વેક્સીન સફળ નિવડી હોવાના પુરાવા સામે આવ્યા છે. આ વેક્સીનથી એન્ટિબોડી પણ વિકસીત થઈ રહી હોવાનું સાબિત થયું છે.
ઈઝરાયલમાં કોરોના વેક્સીનનો બીજા સૌથી મોટા હેલ્થ નેટવર્કે ડિસેમ્બરમાં પહેલા અને ત્યાર બાદ જાન્યુઆરી મહિનામાં બીજો ડૉઝ લાગનારા લોકોનો અભ્યાસ કર્યો હતો. જેમાં નોંધ્યું કે, હોસ્પિટલમાં દાખલ થનારા લોકોની સંખ્યા 60% સુધી ઘટી ચૂકી છે. મૈકાની હેલ્થ સર્વિસીઝને બંને ડૉઝ લેનારા 50,777 લોકો પર અભ્યાસ કર્યો. તેના અપૂર્ણ ડેટાના વિશ્લેષણમાં જાણ થઇ કે, પ્રથમ ડૉઝ લાગ્યાના બે અઠવાડિયાની અંદર અસર દેખાવાની શરૂઆત થઇ ગઈ હતી.
બીજી બાજુ સ્વાસ્થ્યકર્મીઓ પર થયેલા એક અભ્યાસમાં નોંધ લેવાઈ કે જેમને ફાઈઝરની વેક્સિનનો પ્રથમ ડૉઝ મેળવ્યો હતો તેમાં કોરોના વિરુદ્ધ પ્રતિરોધકતા એટલે કે એન્ટિબોડીનું સ્તર ઊંચું જણાયું હતું. આ સ્તર ટ્રાયલ દરમિયાન નોંધાયેલા સ્તરથી વધુ છે.
માહિતી અનુસાર ઈઝરાયલમાં ફાઈઝર વેક્સિનેશન ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી ચાલી રહ્યું છે. અત્યાર સુધી 25 લાખ ઈઝરાયલીઓને વેક્સિન લાગી ચુકી છે. આ સંખ્યા કુલ વસતીની એક ચતુર્થાસ છે. જર્મનીએ ટ્રમ્પ દ્વારા ઉપયોગમાં લેવાયેલ કોરોના ટ્રીટમેન્ટ ખરીદી છે. જર્મની ચાન્સેલર એન્જેલા મર્કેલે ગત વર્ષે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે ઉપયોગમાં લેવાયેલી કોરોના સારવારની પ્રક્રિયા પોતાને ત્યાં પણ ઈચ્છે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here