Sports

એમએસ ધોની, વિરાટ કોહલી રોહિત શર્મા જેવા અનુભવી ખેલાડીઓના હાથમાં આ ટૂર્નામેન્ટમાં એક એક ટીમની કમાન છે….

IPL શરૂ થવા માટે હવે ફક્ત 8 દિવસ બાકી છે અને 8 ટીમોના કેપ્ટનોએ કમર કસી લીધી છે પોતપોતાની ટીમનું સારો દેખાવ થાય તે કેપ્ટનની જવાબદારી હોય છે. એમએસ ધોની, વિરાટ કોહલી રોહિત શર્મા જેવા અનુભવી ખેલાડીઓના હાથમાં આ ટૂર્નામેન્ટમાં એક એક ટીમની કમાન છે. આઓ જાણીએ આ સીઝનમાં ક્યા કેપ્ટનને કેટલો પગાર મળશે

રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીની ટીમ છેલ્લા 12 પ્રયાસોમાં એક વાર પણ ખિતાબ જીતી શક્યા નથી. ફરી એક વાર કોહલી નવી આશાઓ સાથે મેદાનમાં ઉતરશે. કોહલીને આ સીઝનમાં 17 કરોડ રૂપિયા મળશે.

2018 માં ગૌતમ ગંભીરે દિલ્હી કેપીટલ્સની કેપ્ટનશીપ છોડ્યા બાદ યુવા ખેલાડી શ્રેયસ અય્યરને ટીમની કમાન સોંપવામાં આવી હતી. ગઇ IPLમાં અય્યરે ટીમને ક્વોલિફાયર્સ સુધી પહોંચાડી દીધી હતી. આ વખતે પણ તે ટીમનો હવાલો સંભાળશે અને આ સિઝનમાં તેને 7 કરોડ રૂપિયા મળશે.

બે વખતના ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકને આ સિઝનમાં 7.4 કરોડ રૂપિયા મળશે. ટીમના પ્રદર્શન વિશે વાત કરીએ તો છેલ્લી વખત ટીમ ટોપ 4 માં પણ પહોંચી શકી ન હતી.

પોતાની કેપ્ટનશીપમાં સનરાઇઝર્સ હૈદરાબાદને ચેમ્પિયન બનાવનાર ડેવિડ વોર્નર ફરી એકવાર ટીમ સાથે તૈયાર છે. આ સીઝનમાં ડેવિડ વોર્નરને 12 કરોડ રૂપિયા મળશે. 2018માં બોલ ટેમ્પરિંગને કારણે રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપને ગુમાવનાર સ્ટીવ સ્મિથ આ સીઝનમાં ફરી જોવા મળી શકે છે. રાજસ્થાને તેને આ સીઝનમાં 12.5 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે.

કે.એલ.રાહુલને આ સિઝનમાં પ્રથમ વખત કિંગ્સ ઇલેવન પંજાબની કેપ્ટનશીપ માટે 11 કરોડ રૂપિયા મળશે. IPLનો સૌથી સફળ કેપ્ટન રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સને ચાર વખત ચેમ્પિયન બનાવ્યું છે. આ સીઝનમાં રોહિતને 15 કરોડ રૂપિયા મળશે.

ચેન્નાઈ સુપર કિંગ્સમાં ત્રણ વખત ખિતાબ જીતનાર એમએસ ધોનીને 15 કરોડ રૂપિયા મળશે. એમએસ ધોની IPLના સૌથી મોંઘા ખેલાડી છે.

Leave a Reply

Your email address will not be published.