Home Uncategorized તમિલનાડુનાં નેયવેલી પાવર પ્લાન્ટમાં ભયંકર બ્લાસ્ટ, 6 લોકોનાં મોત-17 ઘાયલ

તમિલનાડુનાં નેયવેલી પાવર પ્લાન્ટમાં ભયંકર બ્લાસ્ટ, 6 લોકોનાં મોત-17 ઘાયલ

19
0

તમિલનાડુનાં નેવેલીમાં નેવેલી લિગ્નાઇટ કૉર્પોરેશનમાં બૉયલર બ્લાસ્ટ થયો છે. એનએલસીની પાસે ફાયર બ્રિગેડ ટીમ છે જે સ્થિતિને કાબૂમાં કરવાનો પ્રયત્ન કરી રહી છે. આ સાથે જ સ્થિતિનો તાગ લેવા માટે કુડ્ડાલોર જિલ્લા વહિવટી તંત્રની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હજુ સુધી બ્લાસ્ટ થવાનું કારણ સામે આવ્યું નથી. શરૂઆતનાં રિપોર્ટ પ્રમાણે બૉયલર બ્લાસ્ટનાં કારણે 5 લોકોનાં મોત અને 17 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.


 84 મીટર ઊંચાઈવાળા બૉયલરમાં બ્લાસ્ટ

સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. આવો જ બલાસ્ટ 7 મેનાં થયો હતો જેમાં 5 લોકોનાં મોત થયા હતા. 7 મેનાં નેવેલી પાવર પ્લાન્ટમાં બૉયલર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ 84 મીટર ઊંચાઈવાળા બૉયલરમાં થયો હતો. તે સમયે કર્મચારી અને ટેક્નિશિયન 32 મીટર પર હાજર હતા. બ્લાસ્ટ બાદ સીઆઈએસએફની ફાયર વિંગે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હતા અને 5 લોકોનાં મોત થયા હતા.
ઘટનાની તપાસ માટે 6 સભ્યોની કમિટિ
આ અકસ્માત બાદ કંપનીએ કહ્યું હતુ કે એનએલસીએ ઘટનાની તપાસ માટે 6 સભ્યોની કમિટિ બનાવી છે, જેની આગેવાની જનરલ મેનેજર કરી રહ્યા છે. કમિટી આખી ઘટનાની તપાસ સાથે જ ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે જરૂરી પગલા ઉઠાવશે. મેની ઘટનાનાં એક મહિના બાદ ફરીથી બૉયલર બ્લાસ્ટ થયો છે.
બચાવ અભિયાન ચાલી રહ્યું છે
હજુ બ્લાસ્ટનું કારણ જાણી શકાયું નથી. આ વિસ્ફોટ કુડ્ડાડોરમાં નેયવેલી લિગ્નાઇટ કૉર્પોરેશનનાં એક બૉયલરમાં થયો છે. વિસ્ફોટ બાદ બચાવ અભિયાન ચાલી રહ્યું છે. સાથે જ કુડ્ડાલોર ફાયર બ્રિગેડ પણ બચાવ અભિયાન માટે ઘટનાસ્થળે છે. કુડ્ડાડોર ચેન્નાઈથી 180 કિમી દૂર છે. 7 યૂનિટમાં 1,470 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છ


Previous articleApps બેન બાદ ચીનની વેપાર યુદ્ધની ધમકી! કહ્યું- ભારતીય સરકાર આ સ્થિતિને સમજે નહિંતર…
Next articleકોરોનાના કેસ વધે છે તેમ-તેમ ચીન સામે મારો ગુસ્સો વધી રહ્યો છેઃ ટ્રમ્પ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here