Home Uncategorized ઉમરેઠ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીની બેઠક સફળ રહી

ઉમરેઠ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીની બેઠક સફળ રહી

8
0

ભાજપના શાશનમાં પ્રજાને ઘોખો મળ્યો, અચ્છે દિન ના સ્વપ્ના બતાવી કાળજાળ મોંઘવારીના ખપ્પરમાં પ્રજાને ધકેલી દીધી-કોંગ્રેસ 
ઉમરેઠમાં આજે તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીની મિટિંગ બોલવામાં આવી હતી, આજની આ મિટિંગમાં કોંગ્રેસનાં જિલ્લાભરમાથી હોદ્દેદારો અને સ્થાનિક કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, અત્રેના ગાયત્રીહોલમાં કોંગ્રેસી કાર્યકરોથી ખચાખચ ભરેલા હોલમાં એક દાયકા પછી પહેલી વખત સામાન્ય નાગરિકોની હાજરી જોવા મળી હતી, પેટ્રોલ,ડીજલ,ગેસના અસહ્ય ભાવ વધારાના કારણે  જીવન જરૂરિયાતની ચીજોમાં ભાવમાં ઉછાળો થવાના કારણે મતદારો નું રૂજાન ફરી એક વાર કોંગ્રેસ તરફ વળ્યું હોય તેવા સંકેત દેખાઈ રહ્યા હતા.



કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીની મિટિંગમાં ભાજપના શાશનને મહાભારતના દૂશાશન સાથે સરખાવામાં આવ્યુ હતુ,કોરોના મહામારીમાં પ્રજાના જીવની રક્ષા કરવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ હોવાનું તેમજ ખેડૂતોને અન્યાય ની સાથે અસહ્ય ભાવવધારા માટે મોદી સરકારને જવાબદાર ઠેરવી આગામી 2022ની ગુજરાતની વિધાનસભાની ચુંટણીમાં મોદી સરકારની નિષ્ફળતાઓને પ્રજામાં લઈ જવાનો અને કોંગ્રેસ ને  જીત અપાવવા કમર કસવાનો તખ્તો ગોઠવવાની વ્યુહરચનાની રૂપરેખા આપવામાં આવી હતી, આ સાથે નજીકના દિવસોમાં તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોની મુદત પૂરી થઈ રહી હોઈ પ્રદેશ કોંગ્રેસની ગાઈડ લાઇન પ્રમાણે હોદ્દેદારોની વરણી કરવા અંગે ચર્ચા-વિર્મશ કરવામાં આવી હતી, આજની ઉપરોક્ત મિટિંગમાં ભીખાભાઇ રબારી [ગુ.પ્ર કો.સમિતિના  જિલ્લા નિરીક્ષક ] માલસિંહ રાઠોડ [ઉપ પ્રમુખ કો.પ્ર.સમિતિ ] નટવરસિંહ મહિડા [ગુ.પ્ર.કો.શિસ્ત સમિતિ ના ચેરમેન ] કાંતિભાઈ સોઢા [ધારાસભ્ય આણંદ],મહેંદ્રસિંહ પરમાર [આ.જી.કો.સ.પ્રમુખ ] ભૃગુરાજસિંહ ચૌહાણ [ગુ.પ્ર કો.સમિતિના પ્રતિનિધિ ] કપિલાબેન ચાવડા [પૂર્વ પ્રમુખ આણંદ જિલ્લા પંચાયત ] અમરભાઈ જોશી [ઉ.તા.કો.સ.પ્રમુખ ] સંજયભાઈ પટેલ [ગુ.પ્ર કો.સમિતિના પ્રમુખ ] યુનુસ મુખી [આણંદ જિલ્લા માઈનોરીટીસેલના પ્રમુખ ] રવિ વડોદિયા [ઉ.શ.મહામંત્રી] વી. ઉપસ્થિત રહ્યા હતા.
ઉમરેઠ ના ગાયત્રીહોલ ખાતે આજે બોલાવેલ કોંગ્રેસ ની મિટિંગમાં પહેલી વખત ભીડ જોવા મળી હતી, જીલ્લા તેમજ ઉમરેઠ તાલુકા કોંગ્રેસનાં હોદ્દેદારો તો ઠીક તે ઉપરાંત સામાન્ય નાગરિકોની હાજરી કઈક જુદો જ સંકેત દર્શાવી રહી હતી,     

Previous articleટ્રેકટર,રીક્ષા,મોટર સાયકલ જેવા વાહનનોની ચોરી કરતા ૦૫ ચોર ને પકડી ચોરીના વણશોધાયેલા ગુનાઓ શોધી ચોરીમાં ગયેલ મુદામાલ કી.રુ. 9,40,000 / રીકવર કરતી પાટણ પોલીસ.
Next articleવઘઇ ગીરાધોધ અને બોટનીકલ ગાર્ડન ખાતે પ્રવાસીઓનો જનસેલાબ ઉમટી પડયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here