Home South-Gujarat રેડક્રોસ સોસાયટી ચોર્યાસી બ્રાંચ અને સક્ષમ સુરતના માધ્યમથી મકવાણા પરિવાર માંથી ચક્ષુદાન...

રેડક્રોસ સોસાયટી ચોર્યાસી બ્રાંચ અને સક્ષમ સુરતના માધ્યમથી મકવાણા પરિવાર માંથી ચક્ષુદાન અને દેહદાન પ્રાપ્ત થયું

26
0

ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી તાલુકા બ્રાંચ,લોકદ્ર્ષ્ટિ ચક્ષુબેંક, લાઈન્સ કલબ ઓફ સુરત ઈસ્ટ તથા સક્ષમ સુરતની જાગૃતિથી સ્વ.ક્રાંતિલાલ હરુભાઈ મકવાણા (ઉ.વ.-૫૯)નું અવસાન થતા જેમના પરિવારના સહયોગથી ડો.પ્રફુલભાઈ શિરોયા, દિનેશભાઈ જોગાણી ઉપસ્થિત રહી ચક્ષુદાન અને દેહદાન મેળવ્યું હતું.અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.CAMBA (કોર્નીયલ અંધત્વ મુક્ત ભારત અભિયાન) માટે આ ચક્ષુદાન સ્વીકારેલ.
સ્વ.ક્રાંતિલાલ હરુભાઈ મકવાણા જેમની ઉમર ૫૯ વર્ષ હતી. જેઓ હાલ સી-૧, ગુરુનગર સોસાયટી,પરવત ગામ સુરત મુકામે રહેતા.સ્વ.ક્રાંતિલાલની છેલ્લી ઇચ્છા ચક્ષુદાન અને દેહદાન કરવાની હતી.તેમને શ્રી મચ્છુકઠ્ઠીયાસઈ સુથાર(દરજી)જ્ઞાંતિ સુરત ટ્રસ્ટ દ્રારા આઈ માતા રોડ સુરત ખાતે સમુહ ભોજન અને જનરલ મિટિંગમાં ૨૧ લોકોએ દેહદાનનો સંકલ્પ કરેલ હતો.આ કાર્યક્રમમાં પૂર્વમેયર અસ્મિતાબેન શિરોયા અને ડેપ્યુટી મેયર ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે આજ રોજ સ્વ.ક્રાંતિલાલનું દુ:ખદ અવસાન થતા પરિવારના સહયોગથી તેમની અંતિમ ઈચ્છા પ્રમાણે લોકદ્ર્ષ્ટિ ચક્ષુબેંક દ્રારા ચક્ષુદાન અને ઇન્ડિયન રેડક્રોસ બ્રાંચ દ્રારા દેહદાન સ્વીકારી છેલ્લી ઈચ્છા પૂર્ણ કરવામાં આવેલ.
આ દેહને અગ્નિ સંસ્કાર આપી પંચમહાભૂતમાં વિલિન કરવા કરતા ડો.કિરણ સી પટેલ મેડીકલ કોલેજ એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ ભરુચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દેહની આંતરિક રચના શીખે તેવા શુભ આશય સાથે સ્વ.ક્રાંતિલાલના દેહનું દાન ડો.જગદીશ સોની અને ડો.રવીન્દ્ર વેડપાઠકની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યું તેમજ મેડીકલ કોલેજ તરફથી લોકદ્રષ્ટિ ચક્ષુબેંક વતી શ્રી મચ્છુકઠ્ઠીયાસઈ સુથાર(દરજી)જ્ઞાંતિ સુરત ટ્રસ્ટને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleપશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ થયેલી હિંસામાં કાર્યવાહી કરવા જનજાતિ સુરક્ષા મંચ એ નર્મદા કલેકટર ને આવેદન આપ્યું
Next articleજે.સી.આઈ. વલ્લભ વિદ્યાનગર દ્વારા ત્રિદિવસીય સ્પીચ ક્રાફ્ટ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન સફળતા પૂર્વક કરવામાં આવ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here